January 29, 2025

જયેશ રાદડિયાની વ્હારે લાલજી પટેલ… કહ્યું વર્ક લોડના કારણે જયેશભાઈએ ટપોરી શબ્દ વાપર્યો હોઈ શકે

Mehsana: જયેશ રાદડિયાના બે ટકા ટપોરીના નિવેદન પર હોબાળો મચી જવા પામ્યો છે. ત્યારે હવે આ ઘટનાને લઈને લાલજી પટેલે પ્રતિક્રિયા આપી છે. લાલજી પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, જયેશ રાદડિયાના પિતા અમારા સમાજના સિંહ કહેવાતા. દરેક સમજામાં બે પાંચ લોકો એવા હોય છે કે જે સારી પ્રવૃત્તિનો વિરોધ કરતા હોય છે. ત્યારે જયેશભાઈ રાજકારણમાં પણ સમાજની ખૂબ તાકાતથી સેવા કરે છે.

મળતી માહિતી અનુસાર જયેશ રાદરિયાના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે લાલજી પટેલે જણાવ્યું છે કે દરેક સમાજમાં બે પાંચ લોકો એવા હોય છે કે જે સારી પ્રવૃત્તિનો વિરોધ કરતા હોય છે. જયેશભાઈ રાજકારણમાં પણ સમાજની ખૂબ તાકાતથી સેવા કરે છે. પણ જ્યારે કોઈ તાકાતને તોડવા વાળા બે પાંચ લોકો હોય અને જયેશભાઈને લાગ્યું હોય ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હોય. કદાચ વર્કના લોડમાં જયેશભાઈએ ટપોરી શબ્દ વાપર્યો હોઈ શકે. પણ જયેશભાઈનો મતલબ એ હતો કે સમાજના કામમાં પણ નડવા વાળા લોકો હોય છે. લાલજી પટેલે જયેશ રાદડિયાના નિવેદનને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો: GSRTC વોલ્વો બસનું પ્રયાગરાજ તરફ પ્રયાણ, CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વોલ્વો બસનું કરાવ્યું પ્રસ્થાન

ઉલ્લેખનીય છે કે, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રેમના પાનેતર 511 સમૂહ લગ્નમાં લેઉવા પટેલ સમાજના લોકોને સંબોધ્યા હતા. તે દરમિયાન તેમણે વિરોધીઓ પર પ્રહારો કરવાના શરૂ કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, “હું સમૂહ લગ્ન ન કરું તો મને કોઈ કેવા આવવાનું નહોતું? સમાજની અંદર બે પાંચ લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. જે રાજકારણમાં નથી એ સમાજમાં રાજકારણ કરે છે. રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે.”