December 18, 2024

‘લેન્ડ ફોર જોબ’ સ્કેમમાં રાબડી-મીસા ભારતીને કોર્ટે આપી રાહત

નવી દિલ્હી: રેલવેમાં નોકરી આપવાને બદલે જમીન લેવાના કથિત ઘોટાળના મામલામાં લાલુ પરિવારને આજે રાહત મળી છે. દિલ્હીની રાઉજ અવેન્યૂ કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, બેટી મીસા ભારચી અને હેમા યાદવને રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે એક લાખના બોન્ડ પર આગામી તારીખ સુધી વચગાળાના જામીન આપ્યા છે. રાબડી દેવી, મીસા ભારતી અને હેમા યાદવ દ્વારા જામીન અરજી કરી હતી. કોર્ટે હવે 28 ફેબ્રુઆરીના આરોપીઓની નિયમિત જામીન પર સુનાવણી કરશે.

EDએ 4751 પાનાની ચાર્જશીટ કરી હતી ફાઈલ
કોર્ટે આ મામલે ઈડીની ચાર્જશીટનું સંજ્ઞાન લેતા રબાડી દેવી, હેમા યાદવ, મીસા ભારતી, અમિત કાટયાલ, હૃદયનંદ ચૌધરી અને અન્યને 9 ફેબ્રુઆરીના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ આ કથિત ઘોટાળામાં મની લોન્ડ્રિંગના આરોપની તપાસ કરતા સમયે હાલ 4751 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. ઈડીએ આ ચાર્ડશીટમાં રાબડી દેવી, મીસા ભારતી, હેમા યોદવ, હૃદયાનંદ ચૌધરીની સાથે સાથે બે કંપનીઓને પણ આરોપી બનાવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો 14 વર્ષ જુનો છે. આ મામલામાં આરોપી છેકે તત્કાલીન રેલ મંત્રી રહેતા સમયે લાલુ પ્રસાદ યાદવે રેલવેમાં નોકરી આપવાના બદલામાં જમીન લીધી છે. આ આરોપોને લઈને સીબીઆઈએ 18 મે 2022ના રોજ કેસ નોંધ્યો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર રેલવેમાં ગ્રુપ ડીના પદ પર નોકરી માટે પહેલા સબ્સ્ટીટ્યૂટની રીતે ભરતી કરવામાં આવી હતી. એ બાદ જમીન ટ્રાન્સફર કર્યા બાદ નોકરી પક્કી કરવામાં આવતી હતી. સીબીઆઈના આ આરોપોના આધારે ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. જેની તપાસ શરૂ કરતા સમયે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.