સ્માર્ટકાર્ડ બનાવવાનુ કહીને છેતરપીંડી કરતા 2 આરોપી પોલીસે દબોચી લીધા
મિહિર સોની, અમદાવાદ: રેલવે સ્ટેશન બહાર મુસાફરોને સ્માર્ટકાર્ડ બનાવવાનુ કહીને છેતરપીંડી કરતી ઠગ ટોળકીના 2 આરોપીની LCB ઝોન 2 સ્કોડએ ધરપકડ કરી છે. આ ટોળકીએ અમદાવાદ, સુરત અને વાપીમાં કરી ઠગાઈ કરી હતી.મુસાફરનો સ્વાંગમાં રચીને છેતરપીંડી કરતા કોણ છે આ આરોપીઓ.જોઈએ અહેવાલ..
વાપીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મહાવીર કુશવાહ અને જયંતિ ઉર્ફે જોખમ પ્રજાપતિ છે. આ આરોપીઓએ રેલવેના મુસાફરોને સ્માર્ટ કાર્ડ બનાવી આપવાના નામે ઠગાઈ આચરી છે. આરોપીઓ રેલવે સ્ટેશનમાં મુસાફરના સ્વાંગ રચીને આવતા હતા. અન્ય મુસાફરોને સ્માર્ટ કાર્ડ બનાવવાના નામે છેતરપીંડી આચરતા હતા. આરોપીઓ મુસાફરોનો વિશ્વાસ કેળવીને રેલવે સ્ટેશનમાં જવા માટે અલગથી સ્માર્ટકાર્ડ બનાવવું પડશે. તેવું કહીને તેમની પાસેથી મોબાઈલ, ATM કાર્ડ અને તેનો પાસવર્ડ મેળવીને કાર્ડ બનાવવા જવાનું કહીને ફરાર થઈ જતા હતા. ATM કાર્ડમાંથી પૈસા ઉપાડીને છેતરપીંડી કરતા હતા. સાબરમતી પોલીસે ઠગાઈ કેસમાં મહાવીર કુશવાહ અને જ્યંતી પ્રજાપતિની ધરપકડ કરીને અમદાવાદ, સુરત અને વાપીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડની તપાસ નિર્લિપ્ત રાયને સોંપાતા પરેશ ધાનાણીએ આપ્યું આ નિવેદન
રેલવે સ્ટેશનમાં એક મુસાફરને સ્માર્ટકાર્ડ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે રેલવે માં સ્માર્ટકાર્ડના નામે ઠગાઈ કેસના માસ્ટર માઈન્ડ વોન્ટેડ આરોપી સોનુ શર્મા અને જ્યંતી ઉર્ફે જોખમ પ્રજાપતિ છે. સોનુ શર્મા બંગાળ ફરાર થઇ ગયો છે. જ્યારે જ્યંતી પ્રજાપતિ મૂળ રાજેસ્થાનનો છે અને સરસપુરમાં રહે છે. અગાઉ આ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપીંડીના કેસમાં માધવપુરા પોલીસે ધરપકડ કરી હતી. આ ત્રિપુટી સોનુ શર્મા, જ્યંતી ઉર્ફે જોખમ પ્રજાપતિ અને મહાવીર કુશવાહ પેસેન્જર બનીને રેલવે સ્ટેશન જતા હતા. ત્યારબાદ સ્માર્ટ કાર્ડ બનાવવાનું કહીને ઠગાઈ આચરતા હતા. આ ત્રિપુટીએ 1 જાન્યુઆરી 2024માં વાપી રેલવે સ્ટેશનમાં એક મુસાફરને સ્માર્ટકાર્ડના નામે ATM મેળવીને રૂ 10 હજારની રોકડ ઉપાડી લીધી હતી. જ્યારે 20 દિવસ પહેલા પણ સોનુ અને જ્યંતીએ સુરત રેલવે સ્ટેશનમાં પેસેન્જર નું ATM મેળવીને રૂ 7 હજાર ઉપાડી લીધા હતા.
પકડવાની કાર્યવાહી શરૂ કરી
રેલવેમાં સ્માર્ટ કાર્ડના નામે ઠગાઈ કરતી ત્રિપુટી ગેંગના 2 આરોપીની ઝોન 2 LCBએ ધરપકડ કરીને સાબરમતી પોલીસને સોંપ્યા છે. આરોપીઓ પાસેથી સોનાની વીંટી, રોકડ રૂપિયા 32,500, 3 મોબાઈલ સહિત 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત મુખ્ય સૂત્રધાર સોનુ શર્મા બંગાળ ફરાર થઇ ગયો હોવાથી તેને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.