January 8, 2025

લીંબુને ડાઈરેક્ટ ફેસ પર લગાવો છો? તો થશે આ સાઈડ ઈફેક્ટ

Lemon Side Effects: લીંબુના ફાયદાઓ વિશે તમે જાણીયું હશે પરંતુ શું તમે તેના નુકસાન વિશે જાણો છો? ઘણા લોકોને આદત હોય છે કે તે લીંબુ ફેસ પર સીધું લગાવી દે છે. પરંતુ આવું કરવાથી તમને સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. આવો જાણીએ કે લીંબુને ડાઈરેક્ટ મોં પર લગાવવાથી શું નુકસાન થશે.

સનબર્નનું જોખમ વધે છે
તમે ત્વચા પર લીંબુ ડાઈરેક્ટ લગાવો છો તો તે ત્વચાને સંવેદનશીલ બનાવી દે છે. આ પછી જ્યારે તમે સૂર્યપ્રકાશમાં આવો છો ત્યારે સનબર્ન થઈ શકે છે. હાયપરપીગ્મેન્ટેશન પણ ત્વચા પર થઈ શકે છે. જેના કારણે તમારે ત્વચા પર સીધું લીંબુ ઘસવું જોઈએ નહીં.

ચહેરા પર થશે આ સમસ્યા
લીંબુને સીધું ચહેરા પર લગાવવાથી ત્વચા પર ફોલ્લીઓ થવાની સંભાવનાઓ છે. ચહેરા પર બળતરા , ચહેરો લાલ થવો કે પછી ખંજવાળ આવવી ચહેરા પર તે પ્રકારની સમસ્યા થઈ શકે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માંગતા નથી તો તમારે લીંબુને મુલતાની માટી, ગ્લિસરીન, નારિયેળ તેલ, એલોવેરા જેલ સાથે મિક્સ કરીને લગાવો.

આ પણ વાંચો: આ તેલ વાળમાં લગાવો, વાળ થશે લાંબા અને જાડા

લીંબુ લગાવવાનું ટાળવું જોઈએ
સીધા લીંબુ લગાવવાનું ટાળવું જોઈએ. જો તમે તેવું કરો છો તો ત્વચા પર સોજો, લાલાશ તેમજ ફોલ્લીઓ થઈ શકે છે. જો તમે તેને સામાન્ય રીતે લો છો તો વધુ સમસ્યા થઈ શકે છે.