સુરત જિલ્લામાં દીપડાના હુમલાથી 6 મહિનામાં 3નાં મોત, વનવિભાગના આંખ આડા કાન

કિરણસિંહ ગોહિલ, સુરત જિલ્લામાં દીપડાના હુમલા સતત વધી રહ્યા છે. અગાઉ દીપડાના હુમલામાં માંગરોળ તાલુકામાં (6 મહિનામાં )એક બાળક, એક વૃદ્ધા સહિત ત્રણ લોકોના દીપડાના હુમલામાં મોત થયા છે. ત્યારે ફરી એકવાર ઉંમરપાડા તાલુકાના આમલીદાબડા ગામે દીપડાએ બે ખેડૂત સહીત એક વનકર્મી પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો. જોકે દીપડાના હુમલા બાદ હવે વનવિભાગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.
દિપડા સામે બાથ ભીડી
સુરત જિલ્લાના મહુવા, બારડોલી, માંગરોળ, ઉમરપાડા, માંડવી જેવા તાલુકામાં દીપડા દેખાવવા સામાન્ય બાબત બની ગઈ છે. તેમાંય મહુવા, માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકામાં દીપડાના હુમલા સતત વધી રહ્યા છે. માંડવી તાલુકામાં શ્રમજીવી બાળકો, વૃદધો એ દીપડા ના હુમલામાં અગાઉ જીવ ગુમાવ્યા છે. માંગરોળ તાલુકાની પણ આજ પરિસ્થિતિ છે. ત્યારે હવે ઉમરપાડા ના આમલી દાબડા ગામે દીપડાએ ઘાસ કાપતા ખેડૂત પર હુમલો કરી દીધો હતો. ખેડૂતે પણ પોતાનો જીવ બચાવવાં કદાવર દિપડા સામે બાથ ભીડી હતી. દીપડો ખેડૂતના ગળે તરાપ મારે એ પહેલા ખેડૂત પરિવાર હાથમા લાકડા લઇ દોડી આવી બુમાબુમ કરતા દીપડાએ ખેડૂતને છોડીને મદદે આવેલા લોકો સામે પણ તરાપ મારી હતી. દીપડાના હુમલામાં ત્રણ લોકોને નાની મોટી ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. જોકે દીપડાના હુમલાના સમાચાર મળતા વન વિભાગની ટિમ પણ ઘટના સ્થળે પોહચી હતી. ઉમરપાડા ભાજપ સંગઠન્ના પ્રમુખ પણ આમલી દાબડા ગામે દોડી આવી ખેડૂત પરિવારને મળ્યા હતા.
આ પણ વાંચો: વિરાટ કોહલીનું ખાસ યાદીમાં થયું નામ સામેલ, 300મી વનડે મેચ રમનાર પાંચમો ભારતીય ખેલાડી બન્યો
વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
આમલી દાબડા ગામના ખેડૂત પર હુમલો કર્યા બાદ પણ દીપડો ઝાડીમાં ભરાયો હતો જોકે વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઝાડીમાં લાકડા મારતા કદાવર દીપડો ઝાડીમાંથી પ્રચંડ અવાજ સાથે બહાર આવી વનવિભાગની ટીમ પર હુમલો કરી દીધો હતો. જોકે વનકર્મીઓને સામાન્ય ઇજા થઇ હતી. દીપડાના હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અચાનક દીપડાના હુમલાથી ગભરાયેલા ગ્રામજનોમાં ડર જોવા મળ્યો હતો. જોકે માજી સરપંચ અને વનવિભાગની ટીમ દીપડાને પાંજરે પકડવા દીપડા પાછળ દોડ લગાવી હતી. જોકે દીપડો મકાઈના ખેતરમાં ઘુસી ગયો હતો. વનવિભાગ ની ટિમ સાથે જોડાયેલા ગામના લોકો પણ મકાઈના ખેતરમાં ઘુસી જતા મકાઈના પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું.