મહેસાણામાં 335 લોકોના લાઇસન્સ થશે સસ્પેન્ડ! 5 વર્ષથી નથી ભર્યો ઈ-મેમો, RTOએ તાબતડતોડ કરી કાર્યવાહી

Mehsana: રાજ્યભરમાં ટ્રાફિક નિયમોને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે હવે મહેસાણામાં 5 વર્ષથી ઈ-ચલણ નહીં ભરનાર 335 વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ થવાની તૈયારી છે. ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી આવા લોકોની યાદી તૈયારી કરી છે.
મળતી માહિતી અનુસાર વર્ષ 2021થી 335 વાહનચાલકો ઈ-મેમોની ભરપાઈ કરી નથી. જેને લઈને પોલીસ દ્વારા આવા વાહનચાલકોની યાદી તૈયાર કરી RTOને મોકલવામાં આવી છે. ત્યારે હવે RYO દ્વારા આવા વાહનચાલકોની છેલ્લી નોટિસ ઈશ્યુ કરી કાર્યવાહી કરવામાં આવશે. જો નોટિસ બાદ પણ મેમો નહીં ભરે તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે અને તે ત્રણ મહિના સુધી સસ્પેન્ડ થઈ શકે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં કાળઝાળ ગરમીનું આપ્યું એલર્ટ, હવામાન વિભાગે આ રાજ્યમાં કરી વરસાદની આગાહી