July 7, 2024

ACની જેમ ઘરમાં રાખેલ રેફ્રિજરેટરમાં પણ લાગી શકે છે આગ, આ ભૂલ ન કરતા

Refrigerator Fire: અત્યારે દેશભરમાં ખુબ ગરમી પડી રહી છે. ગરમીના કારણે આગ લાગવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ACની જેમ ઘરમાં ઉપયોગમાં લેવાતા રેફ્રિજરેટરમાં પણ આગ લાગી શકે છે. આવી સ્થિતિમાં સાવચેતી રાખવી ખુબ જરૂરી છે. તમને જણાવી દઈએ કે ઉનાળાના સમયમાં રેફ્રિજરેટરનો ઉપયોગ કરતી વખતે ચોક્કસ સાવચેતી રાખવાની જરૂર છે.

ઓવરહિટીંગ 
એસી હોય, રેફ્રિજરેટર હોય કે અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક સાધનો તેમાં આગ લાગવવાનું કારણ ઓવરહિટીંગ હોય શકે છે. ગરમીના કારણે આગ લાગવાની શક્યતાઓ વધારે છે. જેના કારણે તમે રેફ્રિજરેટરને એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તેને ઠંડુ હોય.

વોલ્ટેજ વધઘટ
ઉનાળામાં વીજળીની સતત વધારે માંગ હોય છે. જેના કારણે વોલ્ટેજની વધઘટની માંગ વધારે છે. તમે રેફ્રિજરેટરને આગ ન પકડવા માટે હાઇ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: ભારતમાં ઉપયોગમાં લેવાતા EVM કેમ હેક થઈ શકે?

ડિફ્રોસ્ટ
તમને ફ્રિજમાં ડિફ્રોસ્ટ બટન મળે છે, જેનો ઉપયોગ ફ્રિજમાં જમા થયેલ બરફને સાફ કરવા માટે કરવામાં આવે છે. આ કરવાથી રેફ્રિજરેટરની લાઈફ સારી રહે છે અને ફ્રીઝરને પણ કંઈ નુકસાન થતું નથી.

વેન્ટિલેશન
તમારે તમારા ઘરના રસોડામાં રેફ્રિજરેટરને એવી જગ્યાએ રાખો જે જગ્યા પર વેન્ટિલેશન મળે. જો , રેફ્રિજરેટરની બહારની સપાટી ઠંડી નહીં થાય તો આગ લાગવાનું જોખમ પણ વધારે રહેશે.

નિયમિત જાળવણી
AC ની જેમ તમારે રેફ્રિજરેટરનું પણ નિયમિત મેન્ટેનન્સ કરતું રહેવું પડે છે. નિયમિત જાળવણી રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર અથવા અન્ય સાધનો જેમ કે ફિલ્ટર, વેન્ટ વગેરેને ચોખું રાખે છે.