પહલગામમાં હુમલાના મૃતકોના પરિવારજનો અને ઘાયલોને લીલાવતી હોસ્પિટલ મફત સારવાર આપશે

મુંબઈ: મુંબઈની લીલાવતી હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રે ગુરુવારે જાહેરાત કરી કે તે પહલગામ આતંકવાદી હુમલામાં પોતાના પરિવારના સભ્યો ગુમાવનારા અથવા ઘાયલ થયેલા વ્યક્તિઓને મફત તબીબી સારવાર પૂરી પાડશે.

મંગળવારે બપોરે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ શહેર નજીક એક ઘાસના મેદાનમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા.

“લીલાવતી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કાયમી ટ્રસ્ટી રાજેશ મહેતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કાશ્મીરના પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાથી અમે લીલાવતી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં ખૂબ જ આઘાત અને દુઃખ અનુભવીએ છીએ. ચારુબેન મહેતા (સ્થાપક, કાયમી ટ્રસ્ટી ફોર લાઇફ, લીલાવતી હોસ્પિટલ)ના માર્ગદર્શન હેઠળ અમારા સમગ્ર બોર્ડ વતી હું પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.”