December 4, 2024

લીલી મેથી, લસણ અને ચણાના લોટથી બનાવો આ શાક, જમવાની મોજ આવી જશે

Lili Methi Shak Recipe In Gujarati: લીલા શાકભાજીની સિઝન આવી ગઈ છે, હવે દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારના શાક બનશે. ત્યારે અમે તમારા માટે આજે લીલી મેથીનું લસણ અને ચણાના લોટ વાળા શાકની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ શાક કાઠિયાવાડી રીતે.

સામગ્રી
તાજી લીલી મેથી
તેલ
ચમચી હળદર
મીઠું
હિંગ
લીલું લસણ
ચણાનો લોટ
લીંબુનો રસ ઓપ્શનલ

આ પણ વાંચો: દૂધીનું શાક ન ભાવતું હોય તો હલવો ટ્રાય કરો, આ રહી રેસિપી

જાણી લો રીત
સૌથી પહેલા તમારે તેલ એક પેનમાં નાંખવાનું રહેશે. હવે તમારે તેમાં રાય નાંખવાની રહેશે. આ પછી તમારે લીલું લસણ નાંખી અને હિંગ નાંખવાની રહેશે.આ પછી તમારે તેમાં કાપેલી મેથી નાંખવાની રહેશે. આ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાંખવાની રહેશે. થોડું પાણી નાંખીને તેને પ્લેટ ઢાંકી દો. જેમ બને તેમ તેને ચમચાથી હલાવાનું ઓછું રાખો. જો તમે વારંવાર હલાવશો તો તેનો સ્વાદ કડવો થઈ જશે. 5 મિનિટ પછી તમારે તેને ખોલીને લસણવાળી ચટણી અને ઉપરથી ચણાનો લોટ નાંખવાનો રહેશે. તો તૈયાર છે કાઠિયાવાડી ટેસ્ટમાં મેથી લસણનું શાક.