August 7, 2024

અનંત-રાધિકા જ નહીં, ઈશા અંબાણી સહિત આ છે દેશના 10 સૌથી મોંઘા લગ્નો

Most Expensive Indian Weddings: દેશના સૌથી ધનિક પરિવાર એવા અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણી આજે આખરે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરી લેશે. આ લગ્ન દેશના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણી આ લગ્ન માટે 3000 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. અંબાણી પરિવારે મહેમાનો માટે 3 ફાલકન 2000 પ્લેન ભાડે લીધા છે. માર્ચમાં જામનગરમાં યોજાયેલ પ્રી-વેડિંગમાં બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગ સહિત દુનિયાભરના અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી. તો, અનંત-રાધિકા ઉપરાંત દેશમાં આ પહેલા પણ અનેક એવા લગ્નો થઈ ગયા છે જે દેશના સૌથી મોંઘા લગ્નોમાંથી એક ગણાય છે.

ઈશા અંબાણી-આનંદ પીરામલ
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન ડિસેમ્બર 2018માં આનંદ પીરામલ સાથે થયા હતા. મીડિયા અહેવાલો મુજબ આ લગ્નમાં મુકેશ અંબાણીએ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ લગ્ન મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયામાં થયા હતા હતા જ્યારે પ્રી-વેડિંગ સેરેમની ઉદયપુરમાં થઈ હતી.

સુબ્રત રોયના દીકરાઓના લગ્ન
સહારા ગ્રુપના દિવંગત પ્રમુખ સુબ્રત રોયના પુત્રો સુશાંતો અને સીમાંતો રોયના લગ્ન ફેબ્રુઆરી 2004માં થયા હતા. આ લગ્નની ગણતરી દેશના સૌથી મોંઘા લગ્નોમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં લગભગ 1,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

બ્રહ્માણી રેડ્ડી અને રાજીવ રેડ્ડી
માઇનિંગ ટાઇકૂન જી. જનાર્દન રેડ્ડીની એકમાત્ર દીકરી બ્રહ્માણી રેડ્ડી અને રાજીવ રેડ્ડીના લગ્ન નવેમ્બર 2016માં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાંચ દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

સૃષ્ટિ મિત્તલ અને ગુલરાજ બહલ
સ્ટીલ ટાઇકૂન લક્ષ્મી મિત્તલની ભત્રીજી સૃષ્ટિ મિત્તલ અને ગુલરાજ બહલના લગ્ન ડિસેમ્બર 2013માં સ્પેનિશ શહેર બાર્સેલોનામાં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વનિષા મિત્તલ અને અમિત ભાટિયા
સ્ટીલ ટાઇકૂન લક્ષ્મી મિત્તલની પુત્રી વનિષા મિત્તલ અને અમિત ભાટિયાના લગ્ન જૂન 2004માં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

લલિત તંવર અને યોગિતા જૌનપુરિયા
લલિત તંવર અને યોગિતા જૌનપુરિયાના લગ્ન માર્ચ 2011માં દિલ્હીમાં લલિતના ફાર્મ હાઉસમાં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુલ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

સોનમ વાસવાણી અને નવીન ફેબિયાની
વાસવાણી ગ્રુપના વારસદાર સોનમ વાસવાણી અને નવીન ફેબિયાનીના લગ્ન જૂન 2017માં વિયેનાના પ્રખ્યાત બેલ્વેડેર પેલેસમાં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 210 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આદિલ સાજન અને સના ખાન
ડેન્યુબ ગ્રુપના વંશજ આદિલ સાજન અને સના ખાનના લગ્ન એપ્રિલ 2017માં દુબઈના બુર્જ અર અરબમાં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવ
વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવના લગ્ન ફેબ્રુઆરી 2006માં ઉદયપુરના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

સંજય હિન્દુજા અને અનુ મહતાની
બિઝનેસમેન સંજય હિન્દુજા અને અનુ મહતાનીના લગ્ન ફેબ્રુઆરી 2015માં થયા હતા. ઉદયપુરમાં સાત દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં લગભગ 140 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.