રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી AMCની ટીમ અને પોલીસ પર સ્થાનિકોએ કર્યો હુમલો

Ahmedabad: રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી AMCની ટીમ અને પોલીસ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. રામજીભાઈ ખાડિયાની ચાલી કેશવનગર ખાતેનો બનાવ છે. અહીં મકાન તોડવા પહોંચેલી ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર રાણીપના રામજીભાઈ ખાડિયાની ચાલી કેશવનગરમાં સ્થાનિકો દ્વારા AMCની ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. મકાન તોડવા પહોંચેલી ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો છે. તેમજ PSI નો કોલર પકડી મારી નાખવાની ધમકી આપી છે. તેમજ મરી જવાની ધમકીઓ આપી મારામારી કરી હાવોનું સામે આવ્યું છે. જોકે, આ ઘટનાને લઈને
AMCના TDO ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે. જેમા કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતીજી ઠાકોર, કમુબેન ઠાકોર, વૈશાલી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જાહેર, રહિત શર્મા કેપ્ટન; શુભમન ગિલ વાઇસ-કેપ્ટન