November 22, 2024

Gujarat Lok Sabha Election Result: ભાજપના ગઢમાં ગાબડું, બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન જીત્યાં

Gujarat Lok Sabha Election Result 2024: 18મી લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે ગુજરાતની 26 સીટમાંથી ભાજપ એક સીટ જીતી ગયું છે. સુરતની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા છે. ત્યારે હવે બાકીની 25 બેઠક પર સૌની નજર છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે.

Live અપડેટ્સઃ

  • પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો 34,500 મતે વિજય
  • બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત
  • બનાસકાંઠામાં ગેનીબેન 20 હજાર મતથી આગળ
  • પાટણમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 13333 મતથી આગળ
  • સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુ શિહોરાની જીત
  • જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની જીત
  • વલસાડ ડાંગ બેઠક પર ભાજપે ભગવો લેહરાવ્યો, ધવલ પટેલની 2,13,625 મતથી જીત
  • બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 7159 મતથી આગળ
  • પાટણની લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 500થી વધુ મતથી આગળ
  • અમરેલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો ભવ્ય વિજય
  • જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની ભવ્ય જીત
  • ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 2,01,577ની લીડથી આગળ
  • અમદાવાદ પશ્ચિમ 16 રાઉન્ડ પૂર્ણ, દિનેશ મકવાણા 2,67,515 વોટથી આગળ
  • દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો જંગી લીડથી વિજય
  • મહેસાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરિ પટેલની જીત
  • દીવ-દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીત
  • બનાસકાંઠા બેઠક પરથી ફરી ભાજપના ઉમેદવાર રેખાબેન 241 મતથી આગળ
  • પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 14744 મતથી આગળ
  • ભરૂચ લોકસભા બેઠક પર 14મા રાઉન્ડના અંતે ભાજપના મનસુખ વસાવા 74,937 મતથી આગળ
  • અમદાવાદ પશ્ચિમ લોકસભા 10 રાઉન્ડ પૂર્ણ, દિનેશ મકવાણા 1,58,985 વોટથી આગળ
  • પાટણ બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર 20,372 મતથી આગળ
  • વલસાડ-ડાંગ બેઠક પર ભાજપના ધવલ પટેલ 142269 મતથી આગળ
  • અમદાવાદ પશ્ચિમમાં 9મો રાઉન્ડ પૂર્ણ, દિનેશ મકવાણા 142531 વોટથી આગળ
  • દમણ -દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 4895 મતથી આગળ
  • દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર 30133 મતથી આગળ
  • ખેડામાં રાઉન્ડ 8ની ગણતરીમાં ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 1,29,085 મતથી આગળ
  • પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર 16963 મતથી આગળ
  • જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 50 હજારની લીડથી આગળ
  • પંચમહાલમાં સાતમા રાઉન્ડ બાદ ભાજપના રાજપાલસિંહ જાદવ 2,32,700 મતથી આગળ
  • અમદાવાદ પશ્ચિમ રાઉન્ડ 6 પૂર્ણ થતા દિનેશ મકવાણા અંતે 91351 વોટથી આગળ
  • વલસાડ-ડાંગ બેઠક પર રાઉન્ડ-7ના અંતે ભાજપના ધવલ પટેલ 1,26,830 મતથી આગળ
  • દીવ-દમણ બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈ 4249 મતથી આગળ
  • ગાંધીનગર લોકસભામાં 8 રાઉન્ડના અંતે ભાજપના અમિત શાહ 3.26 લાખ મતથી આગળ
  • અમદાવાદ પશ્ચિમમાં રાઉન્ડ 5 પછી દિનેશ મકવાણા 90913 વોટથી આગળ
  • અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 87,524 મતથી આગળ
  • બે કલાકમાં જ ભાજપના 9 ઉમેદવાર 1 લાખ મતથી આગળ નીકળ્યા
  • ભાવનગર-બોટાદના 7 રાઉન્ડ બાદ ભાજપના નિમુબેન બાંભણીયા 94424 લીડથી આગળ
  • સાબરકાંઠામાં છ રાઉન્ડની ગણતરૂ પૂર્ણ, શોભનાબેન બારૈયા 30 હજાર મતથી આગળ
  • જામનગરમાં ચોથા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 23343ની લીડથી આગળ
  • પાટણમાં ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 9361મતોથી આગળ
  • છોટા ઉદેપુરમાં 4થા રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર જશુ રાઠવા 114016 મતથી આગળ
  • બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા 61,719 મતથી આગળ
  • વલસાડ-ડાંગ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 1,09,439 મતથી આગળ
  • જામનગરમાં ચોથા રાઉન્ડના અંતે ભાજપ 7 હજાર મતથી આગળ
  • કચ્છમાં 7 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 17000 મતથી આગળ
  • રાજકોટમાં ત્રીજા રાઉન્ડ બાદ BJP ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને 1,29,404 મતો મળ્યા
  • અમદાવાદ પૂર્વથી બીજેપીના હસમુખ પટેલ 51,233 મતથી આગળ
  • સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર રાઉન્ડ 4 બાદ 26960 મતથી ભાજપના ચંદુ શિહોરા આગળ
  • ભરૂચના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા રાઉન્ડ 4ના અંતે 38,993 મતથી આગળ
  • અમદાવાદ પશ્ચિમના ભાજપના દિનેશ મકવાણા 1,07,468ની લીડથી આગળ
  • બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 6477 મતથી આગળ
  • અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 42,394 મતથી આગળ
  • રાજકોટ BJP ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 66,308 લીડથી આગળ
  • ભરૂચમાં હાલ 3 રાઉન્ડના અંતે મનસુખ વસાવા 25,075 મતથી આગળ
  • પોરબંદર લોકસભાની સીટ ઉપરથી BJP મનસુખ માંડવિયા 44905 મતની લીડથી આગળ
  • જામનગરમાં બીજા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ 7667 મતની લીડથી આગળ
  • રાજકોટના BJP ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 54,172 મતથી આગળ
  • દમણ-દીવ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 2200 મતથી આગળ
  • ગાંધીનગરના ભાજપના ઉમેદવાર અમિત શાહ 3 રાઉન્ડ બાદ 1.17 લાખ મતથી આગળ
  • મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે હાલ ભાજપ 21 સીટ પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 2 સીટ તો આમ આદમી પાર્ટી 1 બેઠક પર આગળ છે.
  • સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 320 મતથી તો આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા 462 મતથી આગળ છે.
  • ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 720 મતથી આગળ છે.
  • બારડોલી લોકસભા બેઠક પર ભાજપના પ્રભુ વસાવા 2297 મતથી આગળ
  • બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી 3000  મતથી આગળ
  • પ્રથમ રાઉન્ડમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા 8659 મતથી આગળ
  • ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા આગળ
  • વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ 7 હજાર મતથીઆગળ
  • અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા 13 હજાર મતથી આગળ
  • ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણ 4071 મતથી આગળ
  • સુરતમાં ભાજપના સીઆર પાટીલ 10 હજાર મતથી આગળ
  • પોસ્ટલ બેલેટની ગણતરીમાં અમદાવાદ પૂર્વથી બીજેપીના હસમુખ પટેલ આગળ
  • સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપ 300 મતથી આગળ, કોંગ્રેસને 265 મત મળ્યા
  • અમદાવાદ પૂર્વ બેઠક માટે LD કોલેજ ખાતે પોસ્ટલ બેલેટની મત ગણતરી શરૂ.
  • તમામ ઉમેદવાર નેતાઓ પણ મતગણતરીના સ્થળે પહોંચી ગયા છે.
  • તમામ સ્ટ્રોંગરૂમ ખોલ્યા, અધિકારીઓ પહોંચ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
  • તમામ બેઠક પર મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

શું કહે છે એક્ઝિટ પોલ્સ?
લોકસભાની ચૂંટણીનાં પરિણામો પહેલાં એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ ગયા છે. કુલ 11 એક્ઝિટ પોલમાંથી 8મા ભાજપ ગુજરાતમાં ફરી એકવાર તમામ સીટો જીતશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે બાકીની 3 સરવે એજન્સીના આંકડાએ ચોંકાવ્યા છે. છેલ્લી બે ચૂંટણીથી ભાજપ તમામ સીટ જીતતું આવ્યું છે. જ્યારે ત્રણ એક્ઝિટ પોલના આંકડામાં ગુજરાતને બે સીટનું નુકસાન થઈ શકે તેવી શક્યતા બતાવવામાં આવી છે. એટલે ગુજરાતમાં INDI ગઠબંધન 2 સીટ જીતે તેવી સંભાવના છે.

સીટ ભાજપ કોંગ્રેસ-આમ આદમી પાર્ટી
ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
જામનગર પૂનમ માડમ જેે.પી. મારવિયા
કચ્છ વિનોદ ચાવડા નીતિશ લાલણ
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ
પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર
જૂનાગઢ રાજેશ ચુડાસમા હીરા જોટવા
આણંદ મિતેષ પટેલ અમિત ચાવડા
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
દાહોદ જસવંતસિંહ ભાભોર ડૉ. પ્રભા તાવિયાડ
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (આમ આદમી પાર્ટી)
બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી
નવસારી સીઆર પાટીલ નૈષધ દેસાઈ
અમરેલી ભરત સુતરિયા જેની ઠુમ્મર
ભાવનગર નિમુ બાંભણિયા ઉમેશ મકવાણા (આમ આદમી પાર્ટી)
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ
વડોદરા ડૉ. હેમાંગ જોશી જશપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર જસુ રાઠવા સુખરામ રાઠવા
સુરત મુકેશ દલાલ નીલેષ કુંભાણી
વલસાડ ધવલ પટેલ અનંત પટેલ
મહેસાણા હરિ પટેલ રામજી ઠાકોર
સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
સુરેન્દ્રનગર ચંદુ શિહોરા ઋત્વિક મકવાણા
બનાસકાંઠા ડૉ. રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર

ગુજરાતમાં ભાજપે 12 ઉમેદવારને ટિકિટ આપીને રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે માત્ર 2 ઉમેદવારને જ ટિકિટ આપીને રિપિટ કર્યા છે. તેમાંથી કોંગ્રેસે પરેશ ધાનાણીને અમરેલીની જગ્યાએ રાજકોટથી ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત ભાજપની સામે ઉભેલા પાંચ ઉમેદવારો હાલમાં ધારાસભ્ય છે. જેમાંથી ત્રણ કોંગ્રેસી ઉમેદવારો અને બે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામેલ છે. જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, આંકલાવથી અમિત ચાવડા, વલસાડથી અનંત પટેલ ઉમેદવાર છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર સીટ પરથી તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચની લોકસભા બેઠક પરથી ભાજપની સામે મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની લોકસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે.