July 4, 2024

PM Modiએ Hoshiyarpurમાં લાલ કિલ્લાના ભાષણને કરાવ્યું યાદ

Lok Sabha Elections 2024: ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી પંજાબના હોશિયારપુરમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે. જે દરમિયાન તેમના ભાષણમાં તેમણે જણાવ્યું કે 2024ના ચૂંટણી પ્રચારની આ મારી છેલ્લી સભા છે.

પવિત્ર સ્થાન છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે આપણું હોશિયારપુર છોટી કાશી કહેવાય છે. આ ગુરુ રવિદાસજીનું પવિત્ર સ્થાન છે. યોગાનુયોગ, કાશી, જ્યાંથી હું સાંસદ છું, તે સ્થાન હતું જ્યાં ગુરુ રવિદાસજીનો જન્મ થયો હતો. મારા માટે સૌભાગ્યની વાત કહી શકાય કે તે ભૂમી પર મારી ચૂંટણીની સભાનું સમાપન કરી રહ્યો છું. તેમણે આગળ કહ્યું કે હું ખરા દિલથી દેશની સેવા કરી રહ્યો છું. જેના કારણે લોકોના આશીર્વાદ પણ મારી સાથે છે. હું દેશના દરેક વિસ્તારને જોવું છું તો લાગે છે કે જનતાએ મોદીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો છે.

લાલ કિલ્લાને કર્યો યાદ
મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આ સમય છે, આ જ યોગ્ય સમય છે. આજે ફરી કહું છું કે 21મી સદી ભારતની સદી હશે. છેલ્લા 10 વર્ષમાં ભારતે જે વિકાસ સાધ્યો છે. લોકો વિદેશ જાય છે ત્યારે તે પોતાને જુએ છે ત્યારે તેમને ભારત અને ભારતીયો પ્રત્યે હોવાનો ગર્વ થાય છે. વિદેશની સરકારો પણ ભારતની તાકાત જુએ છે. પંજાબ વિશે કહ્યું કે પંજાબ કરતાં વધુ સારી રીતે કોણ જાણશે કે આ વીરોની ભૂમિ, મજબૂત હોવાનો અર્થ શું છે. એક મજબૂત સરકાર દુશ્મનને ઘરમાં ઘૂસીને મારી શકે છે.

આ પણ વાંચો: આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, મતદારોને રીઝવવા તમામ પક્ષો લગાવશે એડીચોટીનું જોર

સરકારની મોટી પ્રાથમિકતા
વડાપ્રધાને કહ્યું કે ગરીબ કલ્યાણ મારી સરકારની મોટી પ્રાથમિકતા છે. જેમાં ગુરુ રવિદાસ પાસેથી મોટી પ્રેરણા છે. ગુરુ રવિદાસ ઈચ્છતા હતા કે બધાને ખાવાનું મળે, નાના-મોટા બધા સરખા રહે. અમે એવું કરી બતાવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં અમે ગરીબમાં ગરીબ લોકોને મફત અનાજ અને મફત સારવારની સુવિધા આપી છે. આજે કોઈ ગરીબ, દલિત કે વંચિત બાળકને ભૂખ્યા સૂવું પડતું નથી. મોદી સરકારની યોજનાનો લાભ દરેક લોકોને મળી રહ્યો છે એ પણ કોઈ પણ ભેદભાવ વગર. ભેદભાવ વિના આવી યોજનાઓના કારણે ગરીબો અને દલિતો માટે સ્વાભિમાન સાથે જીવવાનું શક્ય બનાવ્યું છે. મોદીએ કહ્યું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ સુશાસન જ આપણો મંત્ર છે.