July 3, 2024

રાહુલ ગાંધીનો ભાજપને પડકાર, ‘લખી રાખો…ગુજરાતમાં અમે તમને હરાવીશું’

Lok Sabha Session: બે દિવસની રજા બાદ આજે સોમવારે ફરીથી લોકસભા અને રાજ્યસભાના સત્રની શરૂઆત થઈ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ, NEET અને અગ્નિપથ જેવા મુદ્દાઓને લઈને વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન બંને સદનોમાં જોરદાર હંગામો થયો હતો. તો, લોકસભામાં આજે રાહુલ ગાંધી ભાજપને પડકાર આપતા મોટું નિવેદન કર્યું છે.

રાહુલ ગાંધી ભાજપને આપ્યો પડકાર
રાહુલ ગાંધીએ આજે લોકસભામાં કહ્યું, ‘આયકર વિભાગ, ED તમામ નાના વેપારીઓની પાછળ પડ્યા રહે છે, જેથી અરબપતિઓનો રસ્તો ક્લિયર થઈ જાય. હું ગુજરાત ગયો હતો. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વાળાઓએ કહ્યું છે કે અરબપતિઓનો રસ્તો ક્લિયર કરવા માટે GST લગાવવામાં આવ્યું છે.’ જેના પર સભામાં કોઈએ સવાલ કર્યો કે ગુજરાત પણ જાઓ છો? રાહુલ ગાંધીએ કહ્યું કે આવતો-જતો રહું છું. તેમને એમ પણ કહ્યું કે આ વખતે ગુજરાતમાં તમને હરવીશું. લખી રાખો આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું.

મણિપુરને લઈને રાહુલ ગાંધીનું નિવેદન
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મણિપુર ભાજપ માટે અસ્તિત્વ જ નથી ધરાવતું. તેમણે એક રિલીફ કેમ્પની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ખબર નહિ શું ટ્યુનીંગ થઈ ગઈ છે તેમની ભગવાન સાથે. રાત્રે 8 વાગે ભાગવાનો મેસેજ આવ્યો હશે કે મોદીજી નોટબંધી કરી નાખો. સીધા ઉપરથી મેસેજ આવ્યો ખટાખટ… ખટાખટ… ખટાખટ… મેસેજ આવે છે. જેના પર લોકસભા સ્પીકરે કહ્યું કે પીએમ નેતા સદન છે. તેમનું સન્માન કરવું જોઈ. રાહુલ ગાંધીએ કહ્યું: હું સન્માન કરું છું. આ હું નથી કહેતો, તેમના શબ્દો છે.