December 23, 2024

વકફ બિલ પર લોકસભા સ્પીકરે બનાવી JPC, સમિતિમાં મસૂદ અને ઓવૈસી સહિત 31 સાંસદ સામેલ

નવી દિલ્હીઃ આજે વક્ફ બિલ પર સ્પીકરે JPCની રચના કરી છે. સ્પીકરે JPCમાં 31 સાંસદોનો સમાવેશ કર્યો છે. આ JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો હશે. JPCમાં ઓવૈસી અને ઈમરાન મસૂદ પણ સામેલ છે. જણાવી દઈએ કે, મોદી સરકારે ગઈ કાલે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલને જોઇન્ટ પાર્લમેન્ટરી કમિટી સમક્ષ મોકલ્યું હતું. સ્પીકરે આજે આ અંગે JPCની રચના પણ કરી હતી. તેને હિન્દીમાં સંયુક્ત સંસદીય સમિતિ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તેમાં શાસક અને વિપક્ષ બંને પક્ષોના સાંસદો હશે. જણાવી દઈએ કે આ દરમિયાન લોકસભા અને રાજ્યસભાના બજેટ સત્રની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

સમિતિમાં ઓવૈસી અને મસૂદનો પણ સમાવેશ કરાયો
જણાવી દઈએ કે જેપીસીમાં લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોના કેટલા સાંસદ રહેશે અને તેમની કેટલી સંખ્યા હશે તે પણ સ્પીકર જ નક્કી કરે છે. વકફ એક્ટ અંગે સ્પીકર દ્વારા બનાવવામાં આવેલી જેપીસીમાં હાલમાં 31 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદ પણ આ JPCમાં સામેલ છે. વકફ બિલ અંગે બનેલી જેપીસી નક્કી કરશે કે વકફ એક્ટમાં કયા ફેરફારો સાચા છે અને કયા ખોટા છે. ત્યારબાદ આ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. પરંતુ સરકાર જેપીસીની ભલામણો સ્વીકારવા બંધાયેલી નથી.

JPCમાં સામેલ લોકસભા સાંસદો

  1. જગદંબિકા પાલ (ભાજપ)
  2. નિશિકાંત દુબે (ભાજપ)
  3. તેજસ્વી સૂર્યા (ભાજપ)
  4. અપરાજિતા સારંગી (ભાજપ)
  5. સંજય જયસ્વાલ (ભાજપ)
  6. દિલીપ સૈકિયા (ભાજપ)
  7. અભિજીત ગંગોપાધ્યાય (ભાજપ)
  8. ડીકે અરુણા (ભાજપ)
  9. ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ)
  10. ઈમરાન મસૂદ (કોંગ્રેસ)
  11. મોહમ્મદ જાવેદ (કોંગ્રેસ)
  12. મૌલાના મોહિબુલ્લા નદવી (સમાજવાદી પાર્ટી)
  13. કલ્યાણ બેનર્જી (TMC)
  14. એ. રાજા (DMK)
  15. લવુ શ્રીકૃષ્ણ (ટીડીપી)
  16. દિલેશ્વર કામત (JDU)
  17. અરવિંદ સાવંત (શિવસેના-યુબીટી)
  18. સુરેશ ગોપીનાથ મ્હાત્રે (NCP-SP)
  19. નરેશ ગણપત મ્સ્કે (શિવસેના)
  20. અરુણ ભારતી (LJP-રામ વિલાસ)
  21. અસદુદ્દીન ઓવૈસી (AIMIM)

આ સાથે લોકસભાએ રાજ્યસભામાં આ સંયુક્ત સમિતિ માટે 10 સભ્યોની પસંદગી કરવા અને નીચલા ગૃહને જાણ કરવાની ભલામણ કરી છે.