April 3, 2025

રિષભ પંત અને શ્રેયસ આજે આવશે આમને-સામને, જોઈ લો પિચ રિપોર્ટ

LSG vs PBKS Pitch Report: લખનૌની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સિઝનની બીજી જીત મેળવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આજે લખનૌની ટીમ અને પંજાબની ટીમનો આમનો સામનો થશે. રિષભ પંત અને શ્રેયસ આજે આમને સામને આવશે. પંત આજે રન બનાવવાનો પ્રયત્ન કરશે. ત્યારે આવો જાણીએ પિચ રિપોર્ટ.

આ પણ વાંચો: Ashwani Kumar: અશ્વની કુમાર કોણ છે જેને CSK, RR, KKR એ તેને નકારી કાઢ્યો, MIએ તેને તક આપી

LSG Vs PBKS પિચ રિપોટ
એકાના સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બોલરોને મદદ કરે છે. કાળી માટીની પીચ બેટ્સમેન માટે રન બનાવવા માટે પડકારજનક બની શકે છે. આ મેદાનમાં અત્યાર સુધીમાં 14 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાં બેટિંગ કરે તે ટીમે 7 મેચમાં જીત પ્રાપ્ત કરી છે અને બોલિંગ કરનારી ટીમે 6 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. જ્યારે ટોસ હારનાર ટીમે 5 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. મેચ દરમિયાન લખનૌમાં હવામાન ઠંડુ રહેવાની શક્યતાઓ છે. લાડીઓ અને દર્શકો બંને માટે વાતાવરણ આરામદાયક રહેશે.