November 24, 2024

IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સની પહેલી જીત, પંજાબને 21 રને હરાવ્યું

IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સની ટીમની ગઈ કાલની મેચમાં જીત થઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સની સામે પંજાબ કિંગ્સનની ટીમ હતી જે 21 રને હાર્યું છે. તમને જણાવી દઈએ કે IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સની આ પહેલી જીત છે. પંજાબની ટીમ ગઈ કાલની મેચ હારી ગઈ પરંતુ શિખર ધવને 70 રનની ઇનિંગ રમી હતી.

પ્રથમ જીત થઈ
લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 21 રનથી હરાવી દીધું છે. IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સે પોતાની જીતનું ખાતું ખોલાવ્યું છે. લખનૌની ટીમે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ કિંગ્સને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં પંજાબ કિંગ્સ ટીમ માત્ર 178 રન બનાવી શકી હતી. જોકે મહત્વની વાત એ છે કે પંજાબની ટીમ હારી ગઈ હતી પરંતુ આ ટીમનો ખેલાડી શિખર ધવને શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ અફસોસ એમ છતાં તે ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો ના હતો.

આ પણ વાંચો: એક વર્ષ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમનેસામને

ઈનિંગ નિરર્થક ગઈ
પંજાબ કિંગ્સ માટે શિખર ધવને જોરદાર ઇનિંગ રમી હતી. પ્રથમ વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી બે ખેલાડીઓએ કરી હતી. પરંતુ બોલર મયંક યાદવે 102 રનની ભાગીદારી પર બેયરસ્ટોને આઉટ કરી દીધો હતો. ધીમે ધીમે પંજાબ કિંગ્સની બેટિંગ પત્તાની જેમ વિખરાઈ ગઈ હતી. પ્રભસિમરન સિંહે 19 રન, જીતેશ શર્માએ 6 રન તો બેયરસ્ટોએ 42 રન બનાવ્યા હતા. શિખર ધવને 70 રનની ઇનિંગ રમી હતી. પરંતુ તેમ છતાં તે ટીમને જીત અપાવી શક્યો ના હતો.

જોરદાર બોલિંગ કરી
મયંક યાદવે પોતાની ચાર ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. તે લખનૌ માટે સૌથી મોટો હીરો સાબિત થયો. તેના સિવાય મોહસીન ખાને બે વિકેટ લીધી હતી. લખનૌની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. કેએલ રાહુલ તો ખાલી 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પંજાબ કિંગ્સ તરફથી સેમ કુરેને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. કાગીસો રબાડાએ 1, અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી હતી. ગઈ કાલની મેચમાં પંજાબ કિંગ્સના બોલરો ફ્લોપ દેખાતા જોવા મળી રહ્યા હતા.