યુએસમાં હવે ઓનલી ‘મેડ ઇન ઇન્ડિયા’ આઇફોન જ વેચાશે, એપલ ડ્રેગનને મોટો ઝટકો આપશે

Made in India: અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી વેપારને લઈને યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે જેના કારણે ચીનના તણાવવામાં વધારો થઈ શકે છે. હવે યુએસ માર્કેટમાં ફક્ત ‘મેડ ઇન ઇન્ડિયા’ આઇફોન જ વેચાશે.
આ પણ વાંચો: CSK vs SRHની આજની મેચમાં ધોની બનાવશે આ રેકોર્ડ!
ચીનના તણાવમાં થશે વધારો
એપલ આઈફોનના ઉત્પાદનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ચીનના તણાવમાં વધારો થઈ શકે છે. એપલ આગામી વર્ષ સુધીમાં યુએસ માર્કેટમાં વેચાતા આઇફોનના ઉત્પાદન એસેમ્બલીને ભારતમાં ખસેડી શકે છે. જો એપલ આવું કરી દે છે તો ચીનને મોટો ફટકો લાગી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને ચીન પરની તેની નિર્ભરતા ઘટાડવા માટે યુએસ બજાર માટે આઇફોનની ઉત્પાદન એસેમ્બલી ભારતમાં ખસેડી શકે છે.