માધબી પુરી બૂચને મળી ક્લીન ચિટ! 4 મહિનાનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરશે SEBI ચેરપર્સન

SEBI Chairperson Madhabi Buch: સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચને મોટી રાહત મળી છે. ગત સંસદ સત્ર દરમિયાન તેમનું નામ ઘણું ચર્ચામાં આવ્યું હતું. કોંગ્રેસે તેમના પર, તેમના પરિવાર અને ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. સાથે એવો પણ આરોપ હતો કે SEBIના ચેરપર્સન માધબી બુચ તેમના પદનો દુરુપયોગ કરી રહ્યા છે. જોકે, હવે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેમની સામે કોઈ પુરાવા નથી મળ્યા.

આરોપોની ચર્ચા વચ્ચે સરકારે તપાસ શરૂ કરી હતી. એજન્સીઓ અને નાણા મંત્રાલય બંને દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં માધબી બુચ અને તેના પરિવારને મોટી રાહત મળી છે. સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને માધબી પુરી બૂચ સામે કશું જ વાંધાજનક નાથી મળ્યું. તેઓ SEBIના ચેરપર્સન પદ પર ચાલુ રહેશે.