MahaKumbh 2025: આકાશથી લઈને પાણીની ઉંડાઈ સુધી સુરક્ષા વ્યવસ્થા, પહેલીવાર પાણીની અંદર ડ્રોન તૈનાત
Prayagraj Maha Kumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહા કુંભ મેળા માટે આકાશથી લઈને નદીના ઉંડાણ સુધી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન સંગમ વિસ્તારમાં 24 કલાક દેખરેખ માટે પ્રથમ વખત 100 મીટર સુધી ડાઇવિંગ કરવા સક્ષમ ‘અંડરવોટર ડ્રોન’ તૈનાત કરવામાં આવશે.
छतनाग घाट प्रयागराज का एक दर्शनीय स्थल है। यहां का आध्यात्मिक वातावरण श्रद्धालुओं को आत्मिक शांति प्रदान करता है। महाकुम्भ में जब आप आयें तो इस पौराणिक घाट और माँ गंगा के दर्शन अवश्य करें।#MahakumbhCalling #MahaKumbh2025 pic.twitter.com/QXrvD9533n
— Maha Kumbh (@MahaKumbh_2025) December 27, 2024
મંત્રાલયે જણાવ્યું, યાત્રાળુઓ અને અન્ય મુલાકાતીઓની સુવિધા માટે ભારતની સંસ્કૃતિ અને વિવિધતા દર્શાવવા માટે 92 રસ્તાઓનું નવીનીકરણ, 30 પોન્ટૂન બ્રિજનું નિર્માણ અને 800 બહુભાષી ચિહ્નોની સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યુપી સરકાર પ્રયાગરાજમાં મહાકુંભ 2025 એક ભવ્ય, સલામત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બને તે માટે તૈયારીઓ કરી રહી છે.
13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ 45 દિવસના મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ ભક્તો આવવાની સંભાવના છે. તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓનું પ્રદર્શન કરશે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રથમ વખત, 100 મીટર સુધી ડાઇવિંગ કરવામાં સક્ષમ અંડરવોટર ડ્રોન સંગમ વિસ્તારમાં સર્વેલન્સ કરશે.
મેળાના વિસ્તારમાં 2,700 કેમેરા લગાવવામાં આવશે. 56 સાયબર વોરિયર્સની ટીમ ઓનલાઈન ધમકીઓ પર નજર રાખશે. તમામ પોલીસ સ્ટેશનોમાં સાયબર હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું કે ‘મહાકુંભ નગર’ને હજારો ટેન્ટ અને આશ્રયસ્થાનો સાથે અસ્થાયી શહેરમાં ફેરવવામાં આવી રહ્યું છે. 400 થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને બાકીના પ્રોજેક્ટ 31 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.