બેરણા કંટાળેશ્વર મહાદેવ મંદિરમાં 400 કિલો ઘી અને 125 કિલો કપાસની દિવેટથી મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી

Maha Shivratri 2025: ભગવાન શિવની રાત્રી એટલે શિવરાત્રી. આજે શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની પૂજા આરતી તેમજ દાન પુણ્યનો વિશેષ મહિમા હોય છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 51 ફૂટની ભગવાન શિવની પ્રતિમા હોય તેવું કંટાળેશ્વર મહાદેવનું ધામ બેરણા ખાતે આવેલું છે. જ્યાં 400 કિલો ઘી તેમજ 125 કિલો કપાસની દિવેટથી સમગ્ર વિસ્તારમાં આસ્થાની ઉજવણી થાય છે. સાથે સાથે મહાશિવરાત્રીના દિવસે દેશ વિદેશના ભક્તો ભગવાન શિવ અને વિશ્વ જ્યોતના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવતા હોય છે.
કપાસની સામાન્ય દિવેટથી જ પ્રસન્ન
સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ધામ ખાતે આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘી તેમજ કપાસની જ્યોતથી ભગવાન શિવની આરાધના કરાય છે. ભગવાન શિવની આરાધના કરવા માટે આજે ગુજરાત રાજસ્થાન સહિત મહારાષ્ટ્રના ભક્તો વિશેષ પણે હાજર રહે છે. આજે શિવરાત્રી નિમિત્તે મોટાભાગના ભક્તજનો આ પવિત્ર જ્યોતના દર્શનથી ધન્યતા અનુભવે છે. સામાન્ય રીતે ભગવાન શિવને પાણી બિલિપત્ર સહિત કપાસની સામાન્ય દિવેટથી જ પ્રસન્ન થતા હોય છે. ત્યારે બેરણા ધામ ખાતે 125 કિલો કપાસની મશાલમાં 400 કિલો ઘી નાખવામાં આવે છે. જેથી દર્શનાર્થીઓ આ જ્યોત તેમજ ભગવાન શિવની પ્રતિમાના દર્શનથી ભાવવિભોર બની રહે છે.
આજના દિને વિશેષ
જોકે આજે શિવરાત્રી નિમિત્તે મોટાભાગના સ્થાનિકો સહિત આસપાસથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપે છે. જે અંતર્ગત આજે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો મહાશિવરાત્રીના પર્વમાં ભોળાનાથને રીઝવવા માટે આ પવિત્ર જ્યોતના દર્શનથી ધન્યતા અનુભવી રહ્યા છે. સાથો સાથ જગત કલ્યાણ માટે પ્રગટાવવામાં આવતી આ જ્યોત વિશ્વભરમાં વાસુદેવ કુટુંબકમની ભાવના સાર્થક કરવા માટે પ્રગટાવવામાં આવે છે જે આજના દિને વિશેષ બની રહે છે.
આ પણ વાંચો: Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાની હવે થશે ખરી કસોટી, 25 વર્ષ પહેલાનો બદલો લેવાની તક
જગતના કલ્યાણ માટે પ્રગટાવવામાં આવતી જ્યોત
બેરણા ગામે વૈકુંઠધામ મહાલક્ષ્મી માતાજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા સહિત કાલભૈરવ મંદિર, ગોગા મહારાજ મંદિર, ખોડિયાર માતાનું મંદિર સહિતના મંદિરો અહીંયા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવતા હોય છે. આ જ્યોત જગતના કલ્યાણ માટે પ્રગટાવવામાં આવતી આ જ્યોતના દર્શનથી સૌ કોઈ કૃતજ્ઞતા વાવ અનુભવી રહ્યા છે. ત્યારે આજના દિને શરૂ કરાયેલી આ જ્યોત છેવાડાના વ્યક્તિના જીવનમાં કોઈપણ વ્યક્તિ માટે આસ્થાનો ઉદય કરી શકે તેમ છે.