જૂનાગઢનું સૌથી પૌરાણિક મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને પહોંચ્યા

Mahashivratri 2025: જૂનાગઢનું સૌથી પૌરાણિક મહાદેવ મંદિર એટલે વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિર, પુરાણોમાં ગિરનાર ક્ષેત્રનો વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે ઉલ્લેખ જોવા મળે છે. સ્કંદપુરાણમાં જે વસ્ત્રાપથ ક્ષેત્રનો ઉલ્લેખ છે. હાલનો ગિરનાર પર્વત અને ભવનાથ તળેટી વિસ્તાર કે જ્યાં આવેલું છે. વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિર, નવ ગ્રહોની પીડા દૂર કરનાર એકમાત્ર આ પૌરાણિક મંદિર છે, મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે.
આ પણ વાંચો: ગુજરાત ‘પક્ષી જીવન’ માટે સ્વર્ગ તરીકે થશે પ્રસ્થાપિત, પક્ષી વિવિધતા-સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર
એકમાત્ર પૌરાણિક શિવમંદિર
ગિરનાર પર્વત જૂનાગઢની ઓળખ છે, સમગ્ર ગિરનાર પર્વતમાળા અને તેની તળેટી એટલે ભવનાથ વિસ્તાર. કહેવાય છે કે ગિરનાર પર્વત તો હિમાલયથી પણ પુરાણો છે. પુરાણોમાં ગિરનાર ક્ષેત્રનો વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે ઉલ્લેખ જોવા મળે છે. પૂર્વાભિમુખ આ મંદિર બિલીપત્રના વૃક્ષ નીચે આવેલું છે. મંદિર જેટલું પૌરાણિક છે તેનું આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ છે. આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર નવ ગ્રહોની પ્રતિમા સ્થાપિત છે. જે કોઈ શ્રધ્ધાળુઓ આ પ્રવેશદ્વાર પસાર કરીને નીજ મંદિરમાં પ્રવેશ કરે છે. તેની નવ ગ્રહોની પીડા ભગવાન વસ્ત્રાપથેશ્વર મહાદેવ દૂર કરે છે. આમ નવ ગ્રહોની પીડા દૂર કરનાર એકમાત્ર પૌરાણિક શિવમંદિર છે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે.