January 8, 2025

કુંભમેળામાં જતા હોવ તો પ્રયાગરાજના સ્ટ્રીટ ફૂડ ખાસ ટેસ્ટ કરજો, સ્વાદ દાઢમાં રહી જશે

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમ મહાકુંભ 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાકુંભનું ધાર્મિક મહત્વ ઘણું માનવામાં આવે છે. લોકો દૂર દૂરથી અહિંયા મહાકુંભમાં સ્નાન કરવા માટે આવે છે. જો તમે પણ મહાકુંભમાં સ્નાન કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ ખાવાનું ભૂલતા નથી. પ્રયાગરાજમાં આ સ્ટ્રીટ ફૂડ્સ છે પ્રખ્યાત. પ્રયાગરાજમાં સવાર પડતાં જ તમને દુકાનો પર આ વસ્તુ ખાવા માટે ભીડ જોવા મળશે.

પ્રયાગરાજનું પ્રખ્યાત ફૂડ અને સ્ટ્રીટ ફૂડ

ચૂરમુરા
પ્રયાગરાજમાં કોઈ પણ આવે છે ચોક્કસ ચૂરમુરા ખાય છે. ત્યાંના લોકો તેને નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. મુરમુરા, મસાલા, સેવ, મગફળી, મરચાં અને ટામેટાં, ડુંગળી નાંખીને તેને બનાવવામાં આવે છે. લીંબુ ઉમેરવાથી સ્વાદ બમણો થઈ જાય છે. જો તમે તેને જોશો તો તમારા મોં પાણી આવવા લાગશે. તમે તેને પ્રયાગરાજમાં જઈને ટ્રાય કરી શકો છો.

ગુલાબી જામફળ
પ્રયાગરાજ વિસ્તારમાં ગુલાબી અલાહાબાદી જામફળસરળતાથી મળી રહે છે. પ્રયાગરાજમાં તમને ગુલાબી જામફળનો સ્વાદ અલગ મળી રહે છે.

કચોરી
નાસ્તામાં તમારે કચોરી ખાવી હોય તો પ્રયાગરાજ તમે ખાઈ શકો છો. કચોરી તે પ્રયાગરાજના લોકોનો પ્રિય નાસ્તો છે. અડદની દાળ સાથેની કચોરીને બટાકા-ટામેટાના શાક સાથે મિક્સ કરીને પીરસવામાં આવે છે.

આ પણ વાંચો: અંજીરના પાણીના છે અઢળક ફાયદા, આવો જાણીએ શું થશે લાભ

ચાટ
પ્રયાગરાજમાં તમને અલગ અલગ પ્રકારની ઘણા ચાટ મળે છે. અહિંયા પાણી-પુરી મળે છે તેનો સ્વાદ જોરદાર હોય છે. આલૂ ટિક્કી અને મટર ચાટ ખાવા માટે અહિંયા લાંબી લાઈનો લાગે છે. પ્રયાગરાજમાં જઈને તમે અલગ અલગ પ્રકારના ચાટને ટેસ્ટ કરી શકો છો.

દહીં જલેબી અને ઈમરતી
પ્રયાગરાજના લોકો સવારે નાસ્તાામાં દહીં જલેબી ખાવાનું પસંદ કરે છે. શિયાળાની સિઝનમાં પણ અહિંયાના લોકો દહીં જલેબી ખાતા નજરે પડે છે. જો તમે પણ પ્રયાગરાજ જઈ રહ્યા હોવ તો અહીંની ઈમરતી અને દહીં જલેબીનો સ્વાદ લેવાનું ભૂલશો નહીં.