મૌની અમાસે 10 કલાકથી વધુ સમય સુધી અખાડા સ્નાન કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Mahakumbh 2025: બુધવારે મૌની અમાસ નિમિત્તે અખાડા અને નાગા સંન્યાસી સંતો 10 કલાકથી વધુ સમય સુધી અમૃત સ્નાન કરશે. સૌ પ્રથમ સંન્યાસી પરંપરાની મહાનિર્વાણી અને શંભુ પંચાયતી અટલ અખાડાના સંતો સવારે 6.15 કલાકે સ્નાન કરશે. આ માટે સંતો સાંજે 5.15 કલાકે તેમની શિબિરમાંથી નીકળશે. આ સાથે જ છેલ્લે નિર્મળ અખાડાના સંતો બપોરે 3.40થી 4.20 સુધી સ્નાન કરશે.
અખાડાનું નામ | શિબિરમાંથી પ્રસ્થાન થવાનો સમય | સંગમ પહોંચવાનો સમય | સ્નાનનો સમય (મિનિટમાં) |
મહાનિર્વાણી અને અટલ | 5:15 | 6:15 | 40 |
નિરંજની અને આનંદ | 6:05 | 7:05 | 40 |
જૂના, આવાહ્ન અને પંચાગ્નિ | 7:00 | 8:00 | 40 |
નિર્વાણી | 9:40 | 10:40 | 30 |
દિગંબર | 10:20 | 11:20 | 50 |
નિર્મોહી | 11:20 | 12:20 | 30 |
નયા પંચાયતી | 12:15 | 13:15 | 55 |
બડા પંચાયતી | 13:20 | 14:20 | 60 |
નિર્મલ પંચાયતી | 14:40 | 15:40 | 40 |
મૌની અમાસે અમૃત સ્નાન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મકરસંક્રાંતિના અમૃત સ્નાન દરમિયાન ભક્તો અખાડા માર્ગમાં પણ પ્રવેશ્યા હતા. બેરિકેડિંગ પણ તોડી નાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અખાડાઓના સ્નાનઘાટ પર પણ ભક્તો પહોંચી ગયા હતા. તેને જોતા મૌની માટે અખાડાના રૂટ પર મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. જાળી પણ લગાવવામાં આવી રહી છે. જેથી લોકો બેરીકેટીંગમાં પણ પ્રવેશી ન શકે. આ ઉપરાંત અખાડાઓના સ્નાન ઘાટનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ માટે યમુનાજી તરફ ઘાટ લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘાટ પર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે.