મહાકુંભની વાયરલ ગર્લ મોનાલીસા અટવાઈ માયાજાળમાં, જેટલા મોઢા એટલી ચર્ચા
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/MahaKumbh-viral-girl-in-trap-innocent-Monalisa.jpg)
Monalisa New News: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા ફરી ચર્ચામાં આવી છે. જેમાં નિર્માતા જીતેન્દ્ર નારાયણ સિંહ ઉર્ફે વસીમ રિઝવીએ એક યુટ્યુબરને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ‘મોનાલિસા ફસાઈ ગઈ છે.’ આવો જાણીએ સમગ્ર માહિતી.
View this post on Instagram
આ પણ વાંચો: રણવીર અલ્લાહબાદિયાની ધરપકડ અને નવી FIR પર સ્ટે, સુપ્રીમ કોર્ટે કહ્યું- યુટ્યુબરના મગજમાં ગંદકી ભરી છે
View this post on Instagram
કંઈ પણ જાણયા વગર દિકરી સોંપી દીધી
મહાકુંભ’ની વાયરલ ગર્લ મોનાલિસા સતત ચર્ચામાં જોવા મળી રહી છે. આ પહેલા અહેવાલ સામે આવ્યા હતા કે સનોજ મિશ્રા તેને હીરોઇન બનાવશે. ફિલ્મની ઓફર કરીને તેને મુંબઈ પણ લઈ ગયો હતો. આ વચ્ચે એક ન્યુઝ હવે સામે આવ્યા છે. નિર્માતા જીતેન્દ્ર નારાયણ સિંહ ઉર્ફે વસીમ રિઝવીએ એક યુટ્યુબરને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ‘મોનાલિસા ફસાઈ ગઈ છે.’ મને મોનાલિસા અને તેના પરિવાર પર દયા આવે છે, તેઓ ભોળા અને સરળ લોકો હતા. અમે પણ કુંભમાંથી તેમના વાયરલ ફોટા જોયા હતા. સનોજ મિશ્રા જેવા લોકો તેના ઘરે પહોંચ્યા અને કંઈ પણ જાણયા વગર પોતાની દિકરી તેને સોંપી દીધી હતી. વસીમ રિઝવીએ કહ્યું, ‘સનોજ મિશ્રા પાસે પૈસા નથી, તે ફિલ્મ કેવી રીતે બનાવશે? મણિપુર ડાયરી ક્યારેય નહીં બને. તે ફક્ત તે છોકરીની માસૂમિયતનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને તેને મજાકમાં ફેરવી રહ્યો છે.