એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ
Eknath Shinde: મહારાષ્ટ્રમાંથી માહિતી સામે આવી છે કે એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી ગઈ છે. આ પછી તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજૂ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની આજે કે કાલે જાહેરાત થવાની સંભાવનાઓ છે. આજે મહાયુતિની ખાસ બેઠક યોજાવાની હતી તે પહેલા શિંદેની તબિયત લથડી ગઈ છે.
આ પણ વાંચો: મંત્રી કે ધારાસભ્યને પેટ્રોલ અને ડીઝલના કેટલા પૈસા મળે છે?
કેટલાક ટેસ્ટ કરાવવા માટે કહ્યું
મહાયુતિની આજે ખાસ બેઠક હતી. આ પહેલા શિંદેની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. ડૉક્ટરોએ એકનાથ શિંદેને કેટલાક ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. હાલ ડોક્ટરોની ટીમ કેટલાક ટેસ્ટ કરશે અને પછી રિપોર્ટ આપશે. તમને જણાવી દઈએ કે શિંદે સતત તાવ અને ગળામાં ઈન્ફેક્શનથી પીડિત છે. મહાયુતિની જે બેઠક યોજાવાની છે તેમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સામેલ થવાની ચર્ચા છે. એકનાથ શિંદેના સત્તાવાર બંગલામાં આ બેઠક 3 વાગ્યાના યોજાવાની હતી.