December 23, 2024

Maharashtra CM Oath Ceremony: દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, શિંદે અને અજિત પવાર ડેપ્યુટી CM

Maharashtra CM Oath Ceremony: મહારાષ્ટ્રમાં આજે નવા મુખ્યમંત્રીની તાજપોશી થવા જઈ રહી છે. આજે મહાવિજયના 12 દિવસ બાદ દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આજે સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં ભવ્ય શપથ સમારોહ યોજાશે, તેને યાદગાર બનાવવા માટે આઝાદ મેદાનની બહારના રસ્તાઓ ભાજપ, શિવસેનાઅને એનસીપીના ઝંડા અને હોર્ડિંગ્સથી ઢંકાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સહિત કુલ 70 VVIP શપથ સમારોહમાં હાજરી આપશે.

દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે મરાઠીમાં શપથ લીધા. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને NDA શાસિત રાજ્યોના અન્ય મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોએ તેમની હાજરી નોંધાવી હતી.

  • એકનાથ શિંદે અને અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.

 

 

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આઝાદ મેદાન પહોંચ્યા છે. સમારોહના સ્થળે એનડીએના ઘણા વરિષ્ઠ નેતાઓ પહેલેથી જ હાજર છે.

  • શિવસેનાના નેતા એકનાથ શિંદે અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ આઝાદ મેદાન પહોંચ્યા છે.

  • મહારાષ્ટ્રના આવનારા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમની માતાના આશીર્વાદ લીધા હતા.

  • અભિનેતા સંજય દત્ત મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા.

  • મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન પણ મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યા છે.

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

  • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યા હતા.
  • રણબીર કપૂર, રણવીર સિંહ, સચિન તેંડુલકર, અંજલિ તેંડુલકર, વિકી કૌશલ અને જ્હાન્વી કપૂર મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે.
  • શપથ સમારોહમાં ભાગ લેવા માટે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે આઝાદ મેદાન પહોંચ્યા છે.

  • શપથ ગ્રહણ સમારોહમાં આંધ્રપ્રદેશના સીએમ નાયડુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પહોંચ્યા.

જાણો શપથ ગ્રહણ સમારોહ માટે કોને મળ્યું આમંત્રણ
મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે મુકેશ અંબાણી, અનંત અંબાણી, દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય, શ્રી રામ નેને, માધુરી દીક્ષિત, વિકી કૌશલ, ખુશી કપૂર, રૂપા ગાંગુલી, શાલિની પીરામલ, સિદ્ધાર્થ રોય, નીતા અંબાણી, રાધિકા અંબાણી, નોયલ ટાટા, દીપક પરીખ, કુમાર મંગલમ બિરલા, અજય પીરામલ, ઉદય કોટેલ, શાહરૂખ ખાન, સલમાન ખાન, સચિન તેંડુલકર, અંજલિ તેંડુલકર, દિલીપ સંઘવી, અનિલ અંબાણી, રણબીર કપૂર, રણવીર સિંહ, ગીતાંજલિ કિર્લોસ્કર, માનસી કિર્લોસ્કર, બિરેન્દ્ર સરાફ, મે કનાડે, અનિલ કાકોડકર, મનોજ સૌનિક, રોહિત શેટ્ટી, બોની કપૂર, એકતા કપૂર, શ્રદ્ધા કપૂર, જય કોટેક, વિક્રાંત મેસી અને જયેશ શાહ અને અન્ય ઘણા કલાકારો સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવ્યું છે.