December 24, 2024

5 ડિસેમ્બરે મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, PM મોદી પણ રહેશે હાજર

Maharashtra CM Oath Ceremony: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર થઈ ગઈ છે. મહાયુતિ સરકારના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમમાં ભાજપના કુલ 16,416 ધારાસભ્યો, સાંસદો, વિવિધ સેલના અધ્યક્ષ, મંડલ પ્રમુખો ભાગ લેશે.

શપથ સમારોહમાં પીએમ મોદી પણ હાજર રહેશે
મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રશેખર બાવનકુલેએ મુખ્યમંત્રી પદના શપથને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આની જાહેરાત કરી છે. બાવનકુલેએ ટ્વિટર પર લખ્યું કે મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાશે.

હજારોની સંખ્યામાં આવશે કાર્યકરો
મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે આઝાદ મેદાનમાં ખાસ તૈયારીઓ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહમાં એકનાથ શિંદેનની શિવસેનાના 6 થી 7 હજાર કાર્યકર્તાઓ અને અધિકારીઓ હાજરી આપશે. અજિત પવારની NCPમાંથી 4 હજાર અધિકારીઓ અને કાર્યકરો આવી શકે છે.

ગ્રાઉન્ડની ક્ષમતા 50 હજાર
તમને જણાવી દઈએ કે આઝાદ મેદાનમાં 50 હજાર લોકોની ક્ષમતા છે. અંદાજે 25 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભાજપ, શિવસેના અને NCP ત્રણેય પક્ષોના નેતાઓ અને કાર્યકરો હાજર રહેશે.

ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP), એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની NCPના મહાગઠબંધને 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતી છે. ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ પછી શિવસેના 57 સીટો સાથે બીજા ક્રમે અને એનસીપી 41 સીટો સાથે છે.