બહુચરાજીમાં પોન્ઝી સ્કિમમાં ઠગાઈ આચરનારાની અટકાયત, કરોડોનું ફુલેકું ફેરવ્યાની આશંકા
મહેસાણાઃ બહુચરાજીમાં પોન્ઝી સ્કીમ ખોલી ઠગાઈ કરનારા શખ્સની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
આરોપી વર્લ્ડ રીચ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી લોકોને લોભામણી લાલચ આપતો હતો. આરોપીએ લોકોને લોભામણી લાલચ આપી નાણા રોકાણ કરાવ્યા હતા. લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બહુચરાજીના મોતીસિંહ દરબાર નામના વ્યક્તિની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. મોતીસિંહ દરબાર દ્વારા આ વિસ્તારમાં અનેક ગામોમાં એજન્ટ બનાવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અનેક ગામોમાં લોકોને નાણાંનું રોકાણ કરાવ્યું હોવાની વિગતો પણ સામે આવી છે.