ધનાલી નજીક થયેલા દુષ્કર્મ મામલે આરોપીની અટકાયત, ત્રણ દિવસ પહેલાં બિહારથી આવ્યો હતો
મહેસાણાઃ જિલ્લાના ધનાલી ગામ નજીક મહિલા પર દુષ્કર્મના પ્રયાસ બાદ તેના મોત મામલે પોલીસે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, ભિક્ષાવૃત્તિ કરતી 55 વર્ષીય મહિલાને ઝાડીમાં બળજબરીપૂર્વક ખેંચી જઈને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારે એક બાઇક સવાર ત્યાંથી પસાર થતો હતો અને તેણે વીડિયો ઉતાર્યો હતો. તેને જોઈને દુષ્કર્મ કરનારો શખ્સ ભાગી ગયો હતો. પોલીસે આ મામલે સર્વેલન્સને આધારે એક આરોપીની અટકાયત કરી છે. આરોપી ત્રણ દિવસ પહેલાં બિહારથી મજૂરી માટે આવ્યો હતો અને તેનું નામ ચંદનકુમાર છે.
હાવ પોલીસે મહિલાનું મોત કેવા સંજોગોમાં થયું તે જાણવા ફોરેન્સિક પીએમ કરાવવાનો નિર્ણય લીધો છે. મહિલા સાથે બળજબરીપૂર્વક રેપ થયો છે કે કેમ તે ફોરેન્સિક પીએમ બાદ જાણી શકાશે. હાલમાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.