મહેસાણાના ખેડૂતો રોષમાં, ખેડૂતોની જમીનમાંથી વીજલાઇન પસાર થતા આક્રોશ
મહેસાણાઃ જિલ્લાના ખેડૂતોની જમીન એકપછી એક સરકારી વિકાસકાર્યમાં કપાતમાં જાય છે. ત્યારે મહેસાણા જિલ્લાના બામોસણા ગામના ખેડૂતોની જમીનમાં વીજલાઈનના વિશાળ થાંભલા નાંખવા હોવાથી વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.
બામોસણા ગામના ખેડૂતોની મહામૂલી જમીનમાંથી વીજ કંપની 400 કેવીની લાઈનના થાંભલા નાંખવામાં આવશે. આ વીજ લાઇન વેલોડાથી પ્રાંતિજ સુધીની લાંબી 400 કેવીની મુખ્ય વીજ લાઈનના થાંભલાથી ખેડૂતોની ખેતીલાયક જમીન બગડી શકે છે. આ કારણે બામોસણા ગામના ખેડૂતોએ નવીન વીજ લાઇન સરકારી પડતર અને ખરાબ જમીનમાં થાંભલા નાંખવાની ખેડૂતોએ માગણી કરી છે. જો વીજ લાઈન નાંખવાનો નકશો નહીં બદલાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.