મહેશગીરી બાપુના હરીગીરી બાપુ પર પ્રહારો, ‘અખાડો શું હરીગીરીના બાપનો છે’
સાગર ઠાકર, જૂનાગઢ: અખાડા પરિષદ દ્વારા મહેશગીરી બાપુને મહાકુંભમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને લઈ મહંત મહેશગીરી બાપુની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહેશગીરી બાપુનાએ હરીગીરી બાપુ પર પ્રહારો કર્યા હતા. તેમને એમ પણ કહ્યું કે, સરકાર યોગ્ય તપાસ કરે તો હરીગીરી બીજા દિવસે જેલમાં હોય અને હરીગીરી જેલમાં જશે તો લાખો સાધુ સંતો રાજી થશે.
હરિગીરી બાપુ અને ગિરીશ કોટેચા પર મહેશગીરીના સનસનીખેજ આરોપ
મહેશગીરીના આરોપોને લઈને યોગી દેવનાથબાપુની પ્રતિક્રિયા.#Controversy | #Maheshgiri | #GirishKotecha | #HarigiriBapu pic.twitter.com/iUTOA9e3cs
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 30, 2025
મહંત મહેશગીરી બાપુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હરીગીરી કોઈ મોટી તોપ નથી, ડરપોક છે. હરીગીરી અને પ્રેમગીરીની ગેંગના મોટા કૌભાંડ બહાર આવશે. કોર્ટમાં જઈશ તો બધાને તકલીફ પડશે. મોટા સાધુ-સંતોના ફોન આવ્યા કે હરીગીરી સમાધાન કરવા માંગે છે. અધર્મ સાથે શા માટે સમાધાન કરવામાં આવે. અંબાજી મંદિરની દશનામ પરિવારનો અધિકાર છે, 25 પેઢીથી સેવા કરે છે. મહાકુંભમાં અમિત શાહની બાજુમાં જબરદસ્તીથી ઘૂસી ગયા હતા.
‘હરીગીરીના ચેલાના પંડાલમાં મુજરા ચાલે છે’
વધુમાં મહેશગીરી બાપુએ કહ્યું કે, પ્રેમગીરીએ યૌન શોષણ કર્યું છે એને ગિરનારમાં લાવ્યા છો. જૂના અખાડામાં વેશ્યાવૃત્તિ કરતા પકડાયા હતા. હરીગીરીના ચેલાના પંડાલમાં મુજરા ચાલતા હતા. ગીરીશ કોટેચાના ઘરના બધા ટીકીટ લેવા પહોંચી ગયા હતા. જૂનાગઢની જનતાએ જાગવું પડશે. હરીગીરી અનપઢ ગવાર છે એને કાયદાનું કોઈ ભાન નથી. અખાડામાં પરંપરા એ છે કે કારણદર્શક નોટિસ જેને જાજમ બિછાના કહેવાય છે પછી પંચ બેસીને નક્કી કરે છે. સરપંચ જે રીતે કોઈ ખેડૂતને પદભ્રષ્ટ કરે તેવી આ બાબત છે. હરીગીરીને અખાડામાંથી કાઢો તેવી અખાડાને વિનંતી કરી છે.
‘ગીરીશ કોટેચા પર કર્યાં પ્રહાર’
લોહાણા જ્ઞાતિમાં ઘણા સારા લોકો છે, પણ ગીરીશ કોટેચાથી જૂનાગઢને મુક્ત કરો. સમાધાન એક જ વાતે કરીશ કે હરીગીરી ગિરનાર છોડી દે. હરીગીરી એની ફૌજને પહેલા જૂએ, બહિષ્કાર તો હરીગીરીનો થવો જોઈએ. 90% અખાડાના સાધુ-સંતો ડરથી બહાર આવતા નથી. જેથી સાધુ-સંતોનો ડર જ હરીગીરીની તાકાત બની છે.
અખાડો શું હરીગીરીના બાપનો છે
મહેશગીરી બાપુએ હરીગીરી બાપુ પર પ્રહારો કરતા કહ્યું કે અખાડો શું હરીગીરીના બાપનો છે. શિવરાત્રીના મેળામાં હરીગીરીને આવવા દેવો કે નહીં એ હવે જૂનાગઢના લોકોને વિચાર કરવો પડશે. ઉત્તરપ્રદેશમાં જ્યારે બહેનો-દીકરીઓની ઉપાડી જતાં હતા. ત્યારે દેશપ્રેમ ક્યાં હતો, નાગા સાધુને લઈને કેમ ન ગયા, ડરપોક માણસ છે. હરીગીરીના દબાણમાં બોલવું પડે પણ હવે હું જે કરીશ એ તમે કલ્પના પણ નહીં કરી હોય. હું હજી એક ટકા જ બહાર આવ્યો છું. એક એક સાધુ બહાર આવશે તો હરીગીરી એમને એમ જ સમાધિ લઈ લેશે. હું ભાગીશ નહીં આ શતરંજ જેવું યુધ્ધ છે, 20 ફેબ્રુઆરીએ યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ એનો વિનાશ કરીશ.
હરીગીરી મારી પર હુમલો કરાવી શકે છે. શિવરાત્રીનો મેળો બગાડી શકે છે. શિવરાત્રીના મેળામાં હરીગીરી જો કંઈ કરશે તો ઉત્તરનો પ્રત્યુતર આવશે. ગીરીશ કોટેચા ગાંડો માણસ છે. એમનો કોઈ ધંધો સાથે ચાલતો હશે. ગીરીશ કોટેચા ગાંડો થઈ ગયો છે. જૂનાગઢનું દુર્ભાગ્ય છે, જૂનાગઢનું સત્યાનાશ કર્યું.