December 23, 2024

મેજર ધ્યાનચંદ જન્મજયંતી: અમદાવાદ ખાતે કરાઇ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી

જયેશ ચૌહાણ, અમદાવાદ: હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતી એટલે કે 29 ઓગસ્ટને નેશનલ સ્પોર્ટ્સ દિવસ (National Sports Day) તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે 29 ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાતનાં રાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલા 8 જેટલા ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સ્પોર્ટસ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર IAS આર.એસ. નિનામા અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને ઓલિમ્પિક એસો. ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસો. ઓફ ગુજરાતની આ પહેલને બિરદાવી હતી.