ઉત્તરાયણને લઈ અમદાવાદમાં પોળના ધાબાઓની ડિમાન્ડ વધી, 700થી વધુ ધાબાનું બુકિંગ
Makar Sankranti 2025: અમદાવાદની ઉત્તરાયણની ચર્ચા દેશભરમાં થાય છે. ત્યારે ઉત્તરાયણને લઈ અમદાવાદમાં ધાબાઓની ડિમાન્ડ વધી છે. ઉત્તરાયણ માટે અમદાવાદની પોળમાં ધાબાઓ હવે ભાડે પણ નથી મળી રહ્યા. ઉત્તરાયણ મનાવવા માટે NRI, અન્ય રાજ્યોના લોકો સહિતના VVIP લોકોમાં પોળના ધાબાઓની ડિમાન્ડ વધી છે.
આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાએ તોડ્યો અંજુમ ચોપરા આ રેકોર્ડ
35 હજારથી લઈ રૂપિયા 50 હજાર સુધીનું ભાડું
ધાબાનું એક દિવસનું રૂપિયા 35 હજારથી લઈ રૂપિયા 50 હજાર સુધીનું ભાડું હાલ છે. ખાડિયાની પોળમાં અંદાજિત 700થી વધુ જેટલા ધાબાનું બુકિંગ થયું છે. અંતિમ દિવસમાં ધાબા માટે લોકો એક દિવસનું રૂપિયા 50 હજાર સુધી પણ ભાડું આપવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકો જૂના અમદાવાદની પોળના ધાબાઓ પર પતંગ ચઢાવવાનો આગ્રહ રાખે છે.