June 24, 2024

ઘીની મદદથી આ રીતે બનાવો ક્રીમ, રાતોરાત ચહેરામાં આવશે નિખાર

Skin Care With Ghee: આજના સમયમાં મોટા ભાગના લોકો ઊંચી કિંમતની પ્રોડક્ટ લેતા હોય છે. પરંતુ તમારૂ રસોડું જ બેસ્ટ દવાખાનું છે. જેમાંથી તમને તમામ આયુર્વેદિક પ્રોડક્ટ મળી રહેશે. આ સાથે તમને કોઈ સામે નુકશાની પણ નહીં થાય. આજે એવો જ એક આયુર્વેદિક પ્રોડક્ટની વાત કરવાના છીએ જે તમારા રસોડામાં પણ મળી જશે અને તમને મળશે આ ફાયદો પણ.

નાઇટ ક્રીમ તૈયાર કરી શકો
ઘીમાં એન્ટી ઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે. જેનો ઉપયોગ તમે નાઇટ ક્રીમ તરીકે કરી શકો છો. જો તમે રોજ નાઈટ ક્રીમ લગાવો છો તો ચહેરા પરથી ઈન્ફેક્શન દૂર કરવાથી લઈને ડાઘ-ધબ્બા ઘટાડવા સુધીના ઘણા ફાયદા તમને થઈ શકે છે. જો તમે નાઈટ ક્રીમ તરીકે ઘીનો ઉપયોગ કરો છો તો તમારી ત્વચાને પણ ઘણો ફાયદો થાય છે. આ લગાવવાથી તમારા ચહેરા પર કુદરતી ચમક આવશે. થોડા સમય બાદ તમારી કરચલીઓ અને ડાઘના નિશાન ઓછા થતા જશે. તો ચાલો જાણીએ કે કેવી રીતે તમે ઘીમાંથી નાઈટ ક્રીમ બનાવશો.

આ પણ વાંચો: કયા સમયે મીઠાઈ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

નાઈટ ક્રીમ બનાવવાની રીત
સૌથી પહેલા તમે 1 ચમચી ઘી નાંખો. ત્યારબાદ તેમાં 3થી4 બરફના ટુકડા ઉમેરો. આ બાદ તમે તેને 15 મિનિટ સુધી મિક્સ કરતા રહો. ત્યારબાદ ધીમાંથી પાણી ના નિકળે ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો. જ્યાં સુધી બરફ પીગળી ના જાય ત્યાં સુધી સતત મિક્સ કરતા રહો. ત્યાર બાદ તેમાંથી પાણીને બહાર કાઢી લો. હવે જે રહે છે તેને એક નાના બોક્સમાં પેક કરીને રાખી લો. આ પેસ્ટને રોજ રાત્રે લગાવવાનું રાખો.

આ ક્રિમના આટલા ફાયદા
જો તમે આ ક્રિમને રોજ લગાવો છો તો તમને સનબર્નની સમસ્યાથી છુટકારો મેળી શકે છે. લોકોને સવારે ઉઠ્યા બાદ સ્કીન પર સોજા આવી જાય છે તેવા લોગો આ ક્રિમ લગાવે છે તો તેની સમસ્યા પણ દુર થાય છે. જો તમારા ચહેરા પર ડાઘ છે તો આ ક્રિમ થકી તમે દુર કરી શકો છો. ઘીમાંથી બનેલી નાઈટ ક્રીમ લગાવવાથી ચહેરાના ઈન્ફેક્શનથી છુટકારો તમે મળવી શકો છો. જો તમે રોજ આ ક્રિમને લગાવો છો ચહેરામાં ચમક આવી જશે.

(નોંધ : સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા તબીબની સલાહ ખાસ લેવી.)