December 4, 2024

ઘીથી આવી રીતે બનાવો નાઈટ ક્રીમ, એક જ રાતમાં દેખાશે અસર

Skin Care With Ghee: નાઈટ ક્રીમમાં ઘીનો ઉપયોગ કરવાથી સ્કિનમાં ઘણા પ્રકારના ફાયદા જોવા મળે છે. ઘી સ્કિનની ડ્રાઈનેશને ઓછી કરે છે. આ સાથે સ્કિન પર નેચરલ ગ્લો પણ આવે છે. આ સાથે ચહેરા પર આવતી રિંકલ્સ અને ડાઘાના નિશાન ઓછા કરે છે. આટલું જ નહીં તે ચહેરા પરના નિશાનને ઓછું કરવાનું પણ કામ કરે છે.

ઘરે ઘી વાળી નાઇટ ક્રીમ બનાવો 
સૌ પ્રથમ 1 ચમચી ઘી લો. તેમાં 2 થી 3 બરફના ટુકડા ઉમેરો અને લગભગ 10 થી 15 મિનિટ સુધી તેને મિક્સ કરો. આ સમય દરમિયાન ઘીમાંથી જે પણ પાણી નીકળે છે. તેને બહાર કાઢતા રહો. એ જ રીતે જ્યારે બરફ સંપૂર્ણપણે પીગળી જાય અને બધુ પાણી નીકળી જાય ત્યારે તેને એક નાના બોક્સમાં પેક કરીને રાખો. તે તમારી ત્વચાની સમસ્યાઓને ઘટાડી શકે છે અને ત્વચાને કોમળ રાખવામાં પણ અસરકારક છે.

આ પણ વાંચો: ગરમીમાં પગમાંથી આવતી દુર્ગંધ દુર કરવાના ઉપાય

ઘીમાંથી બનાવેલી નાઇટ ક્રીમના ફાયદો

સનબર્નથી છુટકારો મેળવો
દરરોજ રાત્રે સૂતા પહેલા તેને લગાવવાથી સનબર્નની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ માટે સૌથી પહેલા તમારો ચહેરો સાફ કરો અને સૂતા પહેલા આ ક્રીમને અસરગ્રસ્ત જગ્યા પર સારી રીતે લગાવો કરો. તેને રોજ લગાવવાથી ત્વચા કુદરતી રીતે ચમકશે.

સોજાની સમસ્યામાં રાહત
કેટલાક લોકોને સવારે ઉઠ્યા બાદ ત્વચામાં સોજા આવવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં દરરોજ રાત્રે સૂતા પહેલા આ ક્રીમથી સારી રીતે માલિશ કરો. મહત્વનું છેકે, ઘી બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે. જે તમારા ચહેરાના સોજાને ઓછો કરશે. સોજો ઘટાડવા માટે તેને દરરોજ રાત્રે લગાવો અને સવારે ઉઠ્યા પછી તમારા ચહેરાને ધોઈ લો અને કોટનના કપડાથી સાફ કરો. ઘી લગાવવાથી થોડા દિવસોમાં તમને રાહત મળશે સોજાની સમસ્યામાંથી તમને રાહત મળશે.

ઓછા ડાઘ થશે
તમારા ચહેરા પરના ડાઘ ઘટાડવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા આ ક્રીમનો ઉપયોગ કરો. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ત્વચાના ડાઘા ઘટાડવામાં મદદ કરે છે.