કુકરમાં 20 મિનિટમાં બનાવો પાવભાજી, ટેસ્ટ રહી જશે જીભમાં

Pav Bhaji: પાવભાજી નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. પાવ ભાજી દરેક ઉંમરના લોકોની ફેવરિટ ડિશ છે. ઘરે તેને બનાવવી મુશ્કેલ લાગે છે? કારણ કે તેમાં ઘણો સમય અને મહેનત લાગે છે. તેથી, આજે અમે તમારા માટે એક એવી સરળ રેસીપી લાવ્યા છીએ, જેનાથી ફક્ત 20 મિનિટમાં તમે પ્રેશર કુકરમાં જ સ્વાદિષ્ટ અને સ્ટ્રીટ-સ્ટાઇલ પાવભાજી બનાવી શકશો.
પાવભાજી બનાવવા માટેની સામગ્રી
સ્ટ્રીટ સ્ટાઇલ પાવ ભાજી બનાવવા કોબી, બટાકા, ગાજર, બીટ, લીલા વટાણા , કેપ્સિકમ , ડુંગળી, ટામેટા , આદુ , લસણ , લીલા મરચા , હળદર પાવડર ), લાલ મરચા પાવડર , પાવ ભાજી મસાલો, મીઠું , માખણ , તેલ , કસુરી મેથી, ધાણાજીરા.
આ પણ વાંચો: ભારતે ન્યુઝીલેન્ડ સામે ODI મેચમાં આટલી મેચ જીતી, જોઈ લો હેડ ટુ હેડ રેકોર્ડ
રેસીપી
પ્રેશર કૂકરમાં પાવભાજી બનાવવા માટે સૌપ્રથમ કૂકરમાં માખણ અને તેલ ગરમ કરો. તેમાં આદુ-લસણ, ડુંગળી અને ટામેટાં ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં પાવ ભાજી મસાલા, બટાકા, ગાજર, વટાણા, કોબીજ અને બીટ જેવી શાકભાજી ઉમેરી ત્રણ સીટી સુધી રાંધો. એકવાર પ્રેશર છૂટી જાય પછી શાકભાજીને મેશ કરી લો અને મસાલેદાર તડકો આપો. હવે તમે તૈયાર પાવભાજીને ગરમાગરમ માખણવાળા પાવ સાથે પીરસો અને સ્ટ્રીટ-સ્ટાઇલ પાવ ભાજીનો મજા માણો. આ સરળ અને ઝડપી રેસીપી સાથે તમે પણ હવે જ્યારે મન થાય ત્યારે ઘરે જ પાવ ભાજી બનાવી શકશો છો.