October 5, 2024

રમજાનમાં ઈફ્તાર માટે ઝટપટ બનાવો આ ખાસ નાસ્તો

Ramadan Food: 12 માર્ચ એટલે કે આજથી રમજાન મહિનાની શરૂઆત થઈ રહી છે. આવતી કાલે લોકો પહેલો રોજો રાખશે. રમજાનના મહિલામાં લોકો સવારે નમાજ કર્યા બાદ સહરી ખાય છે. એ બાદ 12 કલાક સુધી કંઈ ખાતા નથી. આખો દિવસ પાણી વગર રહે છે. એ બાદ સાંજે ઈફ્તાર કરવામાં આવે છે. આ સમયે ન્યુટ્રિશનથી ભરપૂર અને લાઈટ ફુડ ખાવું જોઈએ. જો તમે પણ રમજાનના મહિનામાં રોજા રાખતા હો અને તમારે તંદુરસ્ત રહેવું છે. એ માટે આજે કેટલાક ન્યૂટ્રિશનથી ભરપૂર નાસ્તાની ડિશ તમારી સાથે શેર કરી રહ્યા છીએ.

મગ દાળની ભેલની સામગ્રી
પલાળેલી મગની દાળ, બારીક સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા, એક થી બે બારીક સમારેલા લીલા મરચા, બે ચમચી તાજા નારિયેળ (છીણેલું), એક ચમચી લીંબુનો રસ, સમારેલી કોથમીર, ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું. ગાર્નિશ કરવા માટે સેવ.

મગ દાળની ભેલ
એક મોટા બાઉલમાં મગની દાળ કાઢીને તેમાં લીલાં મરચાં, ડુંગળી, ટામેટા નાખીને મિક્સ કરો. એ બાદ તેમાં લીલા ધાણા, છીણેલું નારિયેળ અને લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરો. સર્વ કરતી વખતે મીઠું. ચાટ મસાલો મિક્સ કરો અને ક્રન્ચી સેવથી ગાર્નિશ કરો.

ફ્રૂળ ચાટ આપશે એનર્જી
વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવા ઉપરાંત ફળોમાં સારી માત્રામાં પાણી પણ હોય છે. જે તમને ડિહાઇડ્રેશનથી બચાવે છે. તેથી તમે ઇફ્તાર અને સેહરીમાં ફ્રુટ ચાટ સામેલ કરી શકો છો. આ માટે કાકડી, સફરજન, નારંગી, દ્રાક્ષ, પપૈયા, કીવી, સ્ટ્રોબેરી જેવા ફળોને સ્લાઈસમાં કાપી લો. તેમાં ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી સર્વ કરો.

સ્પ્રાઉટ્સ સલાડ
મગ, ​​ચણા અને વિવિધ કઠોળને પલાળીને સ્પ્રાઉટ્સ તૈયાર કરો. જો તમે ઇચ્છો તો તમે સ્પ્રાઉટ્સને થોડા સ્ટીમ પણ કરી શકો છો. એ બાદ તેમાં સમારેલા ટામેટાં, ડુંગળી, કાકડી, સમારેલાં લીલાં મરચાં નાખીને બરાબર મિક્સ કરો. તમારું સ્પ્રાઉટ સલાડ તૈયાર થઈ જશે. સર્વ કરતી વખતે લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો ઉમેરો. લીલા ધાણાના પાનથી ગાર્નિશ કરો.

ચણા ચાટ બનાવવા માટેની સામગ્રી
બાફેલા ચણા, એક ડુંગળી, એક ટામેટા, એક લીલું મરચું, એક ચમચી આમલીની ચટણી, એક ચમચી ફુદીનાની ચટણી, ચાટ મસાલો, સમારેલી કોથમીર અને સેવ.

આ રીતે બનાવો મસાલેદાર ચણા ચાટ
એક બાઉલમાં ચણા, ડુંગળી, ટામેટા અને લીલા મરચાંને મિક્સ કરો. હવે સ્વાદ અનુસાર આમલી અને ફુદીનાની ચટણી મિક્સ કરો. ચાટ મસાલો, મીઠું, કોથમીર અને સેવથી ગાર્નિશ કરીને સર્વ કરો.