News 360
April 4, 2025
Breaking News

મલાઈકા અરોરા આ દિગ્ગજ ખેલાડીને કરી રહી છે ડેટ? મેચ દરમિયાન કેમેરામાં થઈ કેદ

Malaika Arora IPL 2025: આઈપીએલમાં મેચની સાથે સાથે એવા એવા ફોટો સામે આવે છે કે જે બીજે દિવસે ન્યુઝ બની જાય છે. આવું જ કંઈક રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે રમાઈ રહેલી મેચમાં જોવા મળ્યું હતું. આ મેચમાં CSK ની હાર ચર્ચા ઓછી અને આ અભિનેત્રીનીચર્ચા વધારે થઈ હતી.

આ પણ વાંચો: નીતિશ રાણાએ પોતાની વિસ્ફોટક ઇનિંગ્સનું ખોલ્યું રહસ્ય, નંબર-3 પર મોકલવાનો નિર્ણય કોનો હતો?

મલાઈકા અરોરાનો નવો બોયફ્રેન્ડ?
મલાઈકા અરોરા આઈપીએલ 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ મેચ દરમિયાન દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારા સાથે જોવા મળી હતી. જેના કારણે તે ચર્ચામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ સંગાકારા આરઆર ટીમના ક્રિકેટ ડિરેક્ટર છે. સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે મલાઈકા પણ રાજસ્થાન રોયલ્સ જર્સીમાં જોવા મળી હતી. થોડા સમય પહેલા અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરાનું બ્રેકઅપ થયું હતું. અર્જુને ખુલ્લેઆમ કહ્યું છે કે તે હવે સિંગલ છે, પરંતુ મલાઈકાએ હજુ સુધી આ બાબતે પોતાનું મૌન તોડ્યું નથી. પરંતુ આ ફોટો જે સામે આવ્યા છે તેના પરથી લોકો અલગ અલગ પ્રકારનું કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. જેમાંથી એક ચાહકે કહ્યું કે મલાઈકાનો રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે કોઈ સંબંધ નથી, છતાં તેનું RR જર્સી પહેરવું અને સંગાકારા સાથે જોવા મળવું એ ચોક્કસપણે કંઈક સૂચવે છે.