December 22, 2024

ચૂંટણી પહેલાં મમતા બેનર્જીને ઝટકો, હાઈકોર્ટે 23 હજાર નોકરીઓ કરી રદ

અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં સ્કુલ સર્વિસ કમિશને શિક્ષણ ભરતી ઘોટાળામાં હાઈકોર્ટો નિર્ણય આપ્યો છે. કોલકતા હાઈકોર્ટે 23 હજારથી વધારે નોકરીઓને રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ નિર્ણયથી પશ્ચિમ બંગાળની મમતા સરકારનો મોટો ઝટકો લાગ્યો છે. વર્ષ 2016માં જે લોકોને નોકરીઓ મળી હતી. કોર્ટે એ તમામને રદ કરી છે. આ સાથે કોર્ટે આ તમામ લોકોને 4 અઠવાડિયાની અંદર વેતન પરત કરવાનો આદેશ પણ આવ્યો છે.

શિક્ષણ ભરતી ગોટાળા પર કોલકતા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની બેંચે આ નિર્ણય લીધો છે. કોલકતા ઉચ્ચ ન્યાયલયે કહ્યું કે, સીબીઆઈ પશ્ચિમ બંગાળમાં વિદ્યાલયોની ભરતીમાં 2016માં થયેલી વિસંગતિયોની તપાસ કરી રહી છે. મહત્વનું છે કે, શિક્ષક ભરતી ગોટાળામાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી સહિત TMC અને અન્ય નેતા, ધારાસભ્યો અને શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓ જેલમાં છે. તો બીજી તરફ બંગાળ સરકારે કહ્યું કે તે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

આ પણ વાંચો: નવસારીમાં કેસર કેરીનું આગમન, ભાવ 1800 આસપાસ રહેતા ખેડૂતોમાં આનંદ

કોલકતા હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ અભિજીત ગાંગુલીએ આ મામલાની સુનાવણી કરતા તેની તપાસ સીબીઆઈને સોંપી હતી. એ બાદ પાર્થ ચેટર્જીને પણ સીબીઆઈના સામે રજૂ થવા માટે આદેશ આપ્યા હતા. જે બાદ પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી. અત્યાર સુધીમાં આ મામલામાં 5000 લોકોની નોકરી જતી રહી છો. તેમણે ખોટી રીતે નોકરી મેળવી હતી.

શું છે કૌભાંડ?
પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે 2016માં શાળાઓમાં શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી કરી હતી. આ ભરતી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષકોની પસંદગી કરવાની હતી. શાળાઓમાં નોન-ટીચિંગ સ્ટાફ માટે ગ્રુપ સી અને ગ્રુપ ડી કેટેગરી હેઠળ યુવાનોની ભરતી કરવામાં આવી રહી હતી. જોકે, ભરતી માટે લેવાયેલી કસોટીમાં ઉમેદવારો દ્વારા સબમિટ કરાયેલી OMR શીટમાં ગેરરીતિ હોવાનો આક્ષેપ કરાયો હતો.

ભરતી પ્રક્રિયામાં અનિયમિતતાનો મામલો ફરી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ સંદર્ભે કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં ભરતી પ્રક્રિયાની તપાસની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ તમામ અરજીઓ એકસાથે સાંભળી હતી. હાઈકોર્ટે પણ સીબીઆઈને ભરતી કૌભાંડની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી, તપાસ એજન્સીએ બે મહિનામાં પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો. રિપોર્ટ મળ્યા બાદ 20 માર્ચે સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે નિર્ણય લેવામાં આવ્યો છે.