June 23, 2024

Pakistanના પરમાણુ બોમ્બથી ડરે મમતા દીદી, અમે PoK લઈને રહીશું: Amit Shah

Amit Shah in West Bengal: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ભલે પાકિસ્તાનના પરમાણુ બોમ્બથી ડરતા હોય, પરંતુ અમે PoK લઇને જ રહીશું. બંગાળના કાંથીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મા-માટી-માનુષના નારા આપી સત્તામાં આવેલી મમતાએ આ નારાને મુલ્લા, મદ્રેસા અને માફિયામાં બદલી નાખ્યો છે. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ‘પાંચ તબક્કાનું મતદાન થયું છે. આ પાંચ તબક્કાની ચૂંટણીમાં ભાજપે 310 બેઠકો પાર કરી છે. મમતા દીદીનું ભારત ગઠબંધનના સૂપડા સાફ થઇ થઈ ગયા છે. આ વખતે બંગાળમાં પણ 30 સીટો નરેન્દ્ર મોદીને જશે. તેમણે કહ્યું, “જેમ જ બંગાળમાં બીજેપીને 30 સીટો મળશે, TMC વિખેરાઈ જશે અને મમતા દીદીની સરકારને વિદાય આપશે.”

મમતા બેનરજી વોટ બેંકના કારણે પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા ન હતાઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, ‘70 વર્ષથી કોંગ્રેસ અને ટીએમસી રામ મંદિરને રોકવા પર બેઠા હતા. તમે મોદીજીને બીજી વખત વડાપ્રધાન બનાવ્યા, 5 વર્ષમાં તેઓ કેસ જીતી ગયા, ભૂમિપૂજન કર્યું અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી દીધી.’ વધુમાં અમિત શાહે કહ્યું કે, ‘મમતા દીદીને પણ પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા ગયા ન હતા. તેઓ એટલા માટે ગયા નથી કારણ કે તેઓ તેમની વોટ બેંકથી ડરે છે. તેમની વોટ બેંક ઘૂસણખોરો છે.’

‘પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો’
મમતા બેનરજી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, ‘મમતા દીદી CAAના અમલની વિરુદ્ધમાં એટલા માટે ઉભા હતા કારણ કે તેઓ તેમની વોટ બેંકથી ડરતા હતા.’ તેમણે કહ્યું, ‘યુપીએના શાસન દરમિયાન, પાકિસ્તાની ઘૂસણખોરો અમારા પર હુમલો કરતા હતા અને પછી ફરાર થઈ જતા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આતંકવાદી હુમલાનો જવાબ ઉરી જેવા ઓપરેશન અને એરસ્ટ્રાઈકથી આપ્યો છે. અમે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરી દીધા છે.’

PoK અમારું છે, અમે તેને લઈશું: અમિત શાહ
રેલીને સંબોધતા અમિત શાહે સવાલ કરતાં પૂછ્યું, ‘PoK અમારું છે કે નહીં? મમતા દીદી અને કોંગ્રેસ ડરાવે છે કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. રાહુલ બાબા, અમે એટમ બોમ્બથી ડરનારાઓમાં નથી. અમે PoK લઈને રહીશું.’ તેમણે કહ્યું, “બંગાળ ઘૂસણખોરો માટે સુરક્ષિત આશ્રય બની ગયું છે. ઘૂસણખોરીનો મુદ્દો માત્ર બંગાળ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે. બંગાળમાં ડેમોગ્રાફી સતત બદલાઈ રહી છે. મમતા દીદી પોતાની વોટ બેંકની રાજનીતિ માટે દેશની સુરક્ષાને દાવ પર લગાવી રહી છે.

મા-માટી-માનુષનું સૂત્ર મુલ્લા, મદરેસા અને માફિયામાં બદલાઈ ગયુંઃ અમિત શાહ
TMC સુપ્રીમો પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું, ‘મમતા બેનર્જી મા-માટી-માનુષના નારા સાથે સત્તામાં આવ્યા હતા, પરંતુ આજે તેમણે તેને મુલ્લા, મદરસા અને માફિયાના નારામાં બદલી નાખ્યું છે. તેમણે કહ્યું, ‘બંગાળમાં તમામ પ્રકારના ઉદ્યોગો નાશ પામ્યા છે. અહીં માત્ર બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અમે આ બંગાળને સોનાર બાંગ્લા બંગાળ બનાવવા માટે કામ કરીશું.’