માંડવી બીચ પર બુટલેગરનો વીડિયો થયો વાયરલ, ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ
Mandvi Beach: માંડવી બીચ પર બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે. માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ વેચતો વીડિયો વાયરલ થયો છે. એક શખ્સ વિદેશ દારૂ અને બિયર વેચતો હોવાનો વીડિયોમાં જોવા મળ્યું છે.
આ પણ વાંચો: વાળ કપાવવાના પૈસા માટે છરીના ઘા મારીને દુકાનદારને મોતને ઘાટ ઉતારી દીધો
દારૂ પીવો હોય તો માંડવી બીચ?
31 ડિસેમ્બર નજીક આવી રહી છે. આ પહેલા અલગ અલગ જગ્યા પર પોલીસ કોમ્બિંગ કરી રહી છે. પરંતુ પોલીસની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે. કારણ કે માંડવી બીચ પર બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ વિદેશ દારૂ અને બિયર વેચી રહ્યો છે. એવું કહીએ તો પણ ખોટું નથી કે દારૂ પીવો હોય તો માંડવી બીચ પર જતું રહેવું. સરકાર પોતે દાવા સાથે કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ વાત જાણે હવામાં જ હોય તેવું લાગે છે.