September 8, 2024

Manu Bhakerનું શાનદાર પ્રદર્શન, શૂટિંગ ઇવેન્ટની ફાઇનલમાં એન્ટ્રી

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024ના પ્રથમ દિવસે શૂટિંગ ઇવેન્ટમાંથી ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. જેમાં સ્ટાર શૂટર મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મનુએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં ટોટલ 45 એથ્લેટ્સે ભાગ લીધો હતો. તેને તેમાં 580 પોઈન્ટ્સ મેળવ્યા હતા. અન્ય શૂટરની વાત કરવામાં આવે તો રિધમ સાંગવાન, જે તે જ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો, તે 15માં સ્થાને રહ્યો હતો.

શાનદાર પ્રદર્શન કર્યું
મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં, તમામ શૂટર્સને કુલ 6 શ્રેણીની તક મળી હતી. અંતમાં ટોપ-8માં રહેલી ખેલાડીઓએ મેડલ ઇવેન્ટ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. મનુ ભાકરે પહેલી સિરીઝમાં 100માંથી 97 માર્ક્સ મેળવ્યા અને બીજી શ્રેણીમાં 97 જ્યારે ત્રણ શ્રેણીના અંત પછી, મનુના 300 માંથી 292 અંક પ્રાપ્ત કર્યા હતા. જે બાદ તેણે ફાઈનલમાં તેનું સ્થાન નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: Paris Olympics 2024 પહેલા ફ્રાન્સમાં રેલ લાઇન પર હુમલો

હવે મેડલ ઈવેન્ટ આ તારીખે યોજાશે
મનુ ભાકર હવે 28 જુલાઈએ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ મેડલ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં મનુને ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવનારી હંગેરિયન ખેલાડી મેજર વેરોનિકા અને બીજા સ્થાને રહેલી હો યે જિન સામે સ્પર્ધાનો સામનો કરવાનો રહેશે.