April 4, 2025

સૂર્યકુમાર યાદવ ગોવા તરફથી રમશે કે નહીં? MCAનું નિવેદન સામે આવ્યું

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવની ચર્ચા આ દિવસોમાં ઘણી થઈ રહી છે. મીડિયા રિપોટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે રણજી ટ્રોફીમાં ગોવા તરફથી રમતો જોવા મળશે. હવે MCA એ આ બાબતે એક નિવેદન બહાર પાડ્યું છે.

આ પણ વાંચો: આ બે ભૂલોને કારણે રાજસ્થાનની ટીમને આવ્યો પસ્તાવાનો વારો

મુંબઈ ક્રિકેટ એસોસિએશને એક નિવેદન બહાર પાડ્યું
મુંબઈ ક્રિકેટ એસોસિએશને આ વિશે થઈ રહેલી તમામ ચર્ચાઓને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશને કહ્યું કે સૂર્યકુમાર યાદવ મુંબઈ માટે રમવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. એક મીડિયા સાથેની વાતમાં MCA સેક્રેટરી અભય હડપે એક નિવેદનમાં કહ્યું કે અમે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી વાકેફ છીએ કે સૂર્યકુમાર યાદવ મુંબઈ છોડીને ગોવા જવાનું નક્કી કરી શકે છે. પરંતુ આ વાત ખોટી છે.