ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પીપાવાવથી મેડિવેક, દરિયા વચ્ચેથી બીમાર દર્દીને બચાવી લેવાયો

પોરબંદર: 23 એપ્રિલ 2025ના રોજ ICGS પીપાવાવને જાફરાબાદના ફિશિંગ એસોસિએશન તરફથી જાફરાબાદથી લગભગ 90 કિમી દૂર દરિયામાં IFB મા કુલદેવી પર તબીબી કટોકટી અંગે માહિતી મળી હતી.

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ C-419ને તાત્કાલિક ડેટમ તરફ વાળવામાં આવ્યું. જહાજ મહત્તમ ગતિએ આગળ વધ્યું અને IFB મા કુલદેવી (IND-GJ-14-MM-1649) સાથે સંપર્ક કર્યો. ત્યાં પહોંચતા જાણવા મળ્યું કે દર્દી કાલુ દેવા બારેયા (ઉંમર- 57 વર્ષ)ને છાતીમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો. માછીમારને ICG જહાજ C-419માં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો હતો. જે પછી નજીકના બંદર એટલે કે પીપાવાવ તરફ રવાના થયો. બંદર પર પહોંચ્યા પછી દર્દીને હોસ્પિટલમાં ખસેડી અને વધુ સારવાર માટે સ્થાનિક ફિશરીઝ એસોસિએશનના પ્રતિનિધિઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભારતીય માછીમારોના હિતોનું રક્ષણ કરવા અને દરિયામાં તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, ‘We Protect’ના સૂત્રને સાર્થક કરે છે.