November 22, 2024

ઉપરવાસમાં સારા વરસાદને કારણે પોરબંદરનો મેઢા ક્રિક ડેમ ઓવરફ્લો

પોરબંદર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો 15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે પોરબંદરમાં પણ મેઘરાદજાએ માજા મૂકી છે અને અવિરત મેઘમહેર થઇ છે. એવામાં પાણીની વધુ આવક થતા પોરબંદરનો મેઢા ક્રિક ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે મેઢા ક્રિક ડેમ ઓવરફ્લો થયો છે.

મેડા ક્રિક ડેમમાં 1730 એમસીએફટી જળ સંગ્રહ ક્ષમતાની સામે 1808 એમસીએફટી સુધી જળ સંગ્રહ પહોંચ્યો છે. અહીં પાણી છલકાઈ જતા મિયાણી, ભાવપરા, ટુકડા, અને વડાળા ગામના ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થશે. દેવભૂમિ દ્વારકાના ગાંધવી, ગાંગડી, ચાસલાણા, દેવડીયા, જામ રાવલ, અને ચંદ્રાવાડા ગામોને પણ પાણીનો લાભ મળશે. આ ડેમ પક્ષી પ્રેમી અને બર્ડ વોચર્સ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શિયાળામાં આ ડેમ વિદેશી અને સ્થાનિક પક્ષીઓ માટે પડાવનું સ્થળ છે. હાલમાં મેઢા ક્રિક ડેમના ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો: કેમ અધૂરી છે ભગવાન જગન્નાથજી સહિત ભાઈ-બહેનની મૂર્તિઓ, જાણો કથા

ઉલ્લેખનિય છે કે, આજે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં 6 જિલ્લા અને 2 કેન્દ્રસાશિત પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે. જેમા વડોદરા, પંચમહાલ , છોટાઉદેપુર જિલ્લમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સુરત, નવસારી, વલસાડ , દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.