November 25, 2024

Imran Khanને ખોલ્યો શાહબાઝ સરકારનો કાળો ચિઠ્ઠો, પાકિસ્તાની મીડિયામાં સન્નાટો

Pakistan News: જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને દેશમાં મીડિયાને દબાવવાના પ્રયાસો અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષથી સરકારે મીડિયાને મૌન રહેવા મજબૂર કર્યું હતું. એટલું જ નહીં પાકિસ્તાનમાં અસંમતિ વ્યક્ત કરનારા પત્રકારોને દમનનો સામનો કરવો પડ્યો હતો. ઈમરાન ખાનની 10 મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં બંધ છે. કેટલાક કેસમાં તેમને દોષિત પણ ઠેરવવામાં આવ્યા છે.

ઈમરાને શાહબાઝ સરકાર પર નિશાન સાધ્યું
ઈમરાન (71) ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું, ‘પાકિસ્તાનમાં મીડિયા હંમેશા રાજ્યના નિયંત્રણમાં રહ્યું છે, જ્યારે પત્રકારોને તેમના ટીકાત્મક વિચારો માટે નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં છેલ્લા બે વર્ષમાં મીડિયાને મૌન રહેવાની ફરજ પડી છે અને અસંમત પત્રકારોએ દમનનો સામનો કરવો પડ્યો છે.

તક જોઈને ઈમરાને પાકિસ્તાન સરકાર પર પ્રહારો કર્યા
ઈમરાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ખાનની હરીફ અને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની આગેવાની હેઠળની પંજાબ સરકારે તાજેતરમાં ‘પંજાબ બદનક્ષી કાયદો 2024’ રજૂ કર્યો છે, જે માનહાનિથી જોડાયેલ વિવાદાસ્પદ કાયદો છે અને નકલી ખબરોના નામ પર પ્રેસની સ્વતંત્રતા પર પ્રતિંબધ લગાવે છે.

આ પણ વાંચો: કઠુઆમાં આતંકવાદીની ઘુસણખોરી, એક આતંકવાદી ઠાર

પાકિસ્તાની મીડિયાને ચૂપ રહેવાની ફરજ પડી.
ઈમરાન ખાને દાવો કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાની મીડિયાને ચૂપ રહેવાની ફરજ પડી છે. જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને મંગળવારે દાવો કર્યો હતો કે રાજ્ય દ્વારા મીડિયાને મૌન રહેવાની ફરજ પાડવામાં આવી છે અને અસંમત પત્રકારોએ છેલ્લા બે વર્ષમાં દેશમાં દમનનો સામનો કરવો પડ્યો છે.

ઈમરાને ગંભીર આરોપ લગાવ્યા હતા
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના સ્થાપક ઈમરાને કહ્યું કે સ્વતંત્ર મીડિયા રાજ્યના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંનું એક છે અને તે એક ચોકીદાર તરીકે કામ કરે છે અને સરકારને તેનું કામ યોગ્ય રીતે કરવા દબાણ કરે છે. તેમણે કહ્યું, ‘મારી સરકારે પત્રકારો અને મીડિયાની સુરક્ષા માટે કાયદો લાવીને આ વાતાવરણને બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યા બાદ તેને ફગાવી દેવામાં આવ્યો.’