January 24, 2025

મહેબૂબા મુફ્તીની દીકરીની તાત્કાલિક ધરપકડ કરો… હિંદુત્વને બીમારી ગણાવતા ભડક્યા રાજા સિંહ

Delhi: પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ હિન્દુત્વનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પર એક વાંધાજનક પોસ્ટ શેર કરી છે. જેના કારણે દેશમાં હવે રાજકારણ ગરમાયું છે. તેણે એક્સ પર એક યુઝરનો વીડિયો શેર કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. ઇલ્તિજા મુફ્તીએ હિંદુત્વને એક બીમારી ગણાવી. જેના પછી બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે મહેબૂબા મુફ્તીની પુત્રીનું નિવેદન ખોટું છે.

ટી રાજા સિંહે ધરપકડની કરી માગ

તેમણે કહ્યું, “જો અમે તેમના ધર્મ પર નિવેદન આપીશું તો તેઓને કેવું લાગશે? આ નિવેદનો હિંદુઓની ભાવનાઓની વિરુદ્ધ છે. જમ્મુ-કાશ્મીરના સીએમએ તેમના નિવેદનને ધ્યાનમાં લેવું જોઈએ અને તેમની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. ક્યાંક કોઈ ચપ્પલથી મારી રહ્યું છે તેના માટે ઇલ્તિજા મુફ્તી ટિપ્પણી કરે છે કે કેવી રીતે ધર્મના નામે લોકોની હત્યા કરવામાં આવી હતી. કેવી રીતે ત્યાં કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી.

એક યુઝરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં કેટલાક છોકરાઓને મારવામાં આવી રહ્યા છે અને જય શ્રી રામના નારા લગાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો અંગે ઇલ્તિજા મુફ્તીએ કહ્યું કે, “ભગવાન રામ પણ આ બધું જોઈને લાચારી અને શરમથી માથું ઝુકાવી દેશે કે તેમના નામનો ઉપયોગ કરીને સગીર મુસ્લિમ બાળકોને માત્ર એટલા માટે ચપ્પલ વડે મારવામાં આવી રહ્યા છે કારણ કે તેઓએ રામનું નામ લેવાની ના પાડી હતી.” “હિંદુત્વ એ એક બીમારી છે જેણે લાખો ભારતીયોને અસર કરી છે.” વાયરલ થઈ રહેલો વીડિયો રતલામનો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: વધારે ભાવ લેતા મુસાફરે કર્યો વિરોધ તો… BJP ધારાસભ્યના હોટલ સંચાલકોએ કરી છૂટા હાથની મારામારી!