બ્લૂ રે એવિએશને મહેસાણા એરફિલ્ડમાં ફ્લાઈંગ ટ્રેનિંગ ઓપરેશન્સ શરૂ કર્યું

મહેસાણાઃ બ્લૂ રે એવિએશનને મહેસાણા એરફિલ્ડ બેઝ પર ફરીથી ફ્લાઇંગ ટ્રેનિંગ ઓપરેશન્સ શરૂ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 31 માર્ચ 2025ના રોજ બનેલા બનાવ પછી તેમણે ટ્રેનિંગ ઓપરેશન્સ સ્થગિત કરી દીધા હતા. હવે જેની ફરી એકવાર શરૂઆત કરવામાં આવી છે.
ઈન્ડિનય એવિએશન સેક્ટરમાં ટેલેન્ટેડ અને સ્કિલ્ડ પાયલોટ આપવા માટે બ્લૂ રે એવિએશન એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તેઓ આ ટ્રેનિંગ સમયે સ્ટુડન્ટ્સની સેફટીની પણ ખાસ કાળજી રાખતા હોય છે. બ્યૂ રે એવિએશન શરૂઆતથી જ હાઈએસ્ટ સેફટી સ્ટાન્ડર્ડ્સનું ધ્યાન રાખતું આવ્યું છે. જેથી કરીને ભારતની એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ભાવિ પાયલટ્સ અહીંથી ટ્રેઈન થઈને કારકિર્દી આગળ વધારી શકે છે.
બ્લૂ રે એવિએશનના ફ્લાઈટ ઓપરેશન્સ ફરી શરૂ થઈ ગયા છે, જેના પરિણામ સ્વરૂપે ઓર્ગેનાઈઝેશન તેમની એડવાન્સિંગ ફ્લાઈટ ટ્રેનિંગ સ્ટાન્ડર્ડ્સ પર વધારે ભાર આપી રહ્યા છે. તેઓ ઈન્ડિયન એવિએશન ઈન્ડસ્ટ્રી ગ્રોથમાં એક ફાળો આપી રહ્યા છે અને નેકસટ જનરેશન પાયલોટને તૈયાર કરવા માટે સજ્જ છે.