મહેસાણામાં એક જ દિવસમાં 3000 મેટ્રિક ટન ખાતર ફાળવવામાં આવ્યું
Mehsana News: મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં 3000 મેટ્રિક ટન ખાતર એક જ દિવસમાં ફાળવવામાં આવ્યું છે. સાંસદ હરિભાઈ પટેલે ખેડૂતોને ખાતરનો જથ્થો સમયસર ફાળવવા માટે રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં ખેલ મહાકુંભ 3.0નો CMના હસ્તે પ્રારંભ
ખેડુતો માટે રાહતના સમાચાર
જાન્યુઆરી મહિનામાં ખાતરની 5000 મેટ્રિક ટન જરૂરિયાત હતી. જેને ધ્યાનમાં રાખીને 3000 મેટ્રિક ટન ખાતર એક જ દિવસમાં ખેડૂતોને ફાળવવામાં આવ્યું હતું. 1300 મેટ્રિક ટન ખાતર ભરેલી ટ્રેન મહેસાણા ખાતે આવી પહોંચી હતી. આવતીકાલે 1700 મેટ્રિક ટન ખાતર સાથે ટ્રેન મહેસાણા આવશે. સાંસદ હરિભાઈ પટેલે જાતે ખાતર વિતરણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.સાંસદ હરિભાઈ પટેલે ખેડૂતોને ખાતરનો જથ્થો સમયસર ફાળવવાની રજૂઆત કરી હતી.